તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • At The Jessore Sanctuary In The Middle Of The Aravalli Range, The Wind God Comes For The Animals, The Wind Energy Satisfies The Thirst Of The Bear And The Panther.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખો પ્રયાસ:અરવલ્લીની ગિરીકંદરા વચ્ચે જેસોર અભયારણ્યમાં પ્રાણીઓની વ્હારે પવનદેવ આવે છે, પવનઉર્જાથી તૃપ્ત થાય છે રીંછ અને દિપડાની તરસ

પાલનપુરએક મહિનો પહેલા
જેસોર અભયારણ્યમાં પ્રાણીઓને પાણી મળી રહે તે માટે અનોખી વ્યવસ્થા કરાઇ
 • જંગલી પ્રાણીઓ ખોરાક અને પાણીની શોધમાં રહેણાક વિસ્તારમાં આવતા હોવાથી તંત્ર દ્વારા પાણીનો વિકલ્પ શોધાયો
 • પ્રાણીઓને પાણી માટે જંગલમાં ગજલરીઓ બનાવાઇ

અમીરગઢમાં આવેલી અરવલ્લીની ગિરીકંદરા વચ્ચે આવેલા વન વિસ્તાર અને પ્રાણીઓ માટે રક્ષણ આપતા જેસોરના અભયારણ્યમાં રીંછ અને દિપડા પાણીની શોધમાં શહેરી વિસ્તાર કે જંગલની બહાર જતા રહેતાં હોય છે. તેવા સંજોગોમાં આવા જંગલી પ્રાણીઓ માટે ઉનાળા દરમિયાન ખાસ પાણીની વ્યવસ્થા કરવા વન અને પર્યાવરણ વિભાગે તૈયારી હાથ ધરી છે અને તે પણ પર્યાવરણને અનુકુળ એવી પવન ઉર્જા એટલે પવન ચક્કીની મદદથી પાણી પુરુ પાડવામાં આવશે.

ઉનાળામાં ખોરાક અને પાણીની શોધમાં જંગલી પ્રાણીઓ રહેણાક વિસ્તારમાં આવે છે
જેસોર અભયારણ્યમાં રીંછ અને દીપડા જેવા જંગલી પ્રાણીઓ વસવાટ કરી રહ્યાં છે. ચોમાસાની ઋતુમાં કુદરતી ઝરણાઓ વિપુલ પ્રમાણમાં વહેતા હોય છે. જેથી પૂરતા પ્રમાણમાં પાણી અને ખોરાક મળી રહેતા જંગલી પ્રાણીઓ રહેણાક વિસ્તારમાં દેખાતાં નથી, પરંતુ ઉનાળામાં ઝરણાઓ અને બધા ખાબોચિયામાં પાણી સુકાઈ જતા ખોરાક અને પાણીની શોધમાં જંગલી પ્રાણીઓ રહેણાક વિસ્તારમાં આવી ચડે છે અને ઘણીવાર લોકો ઉપર જીવલેણ હુમલાઓ કરતા હોય છે.

ગજલરીઓ પાસે પવનચક્કીઓ ઉભી કરવામાં આવી
ગજલરીઓ પાસે પવનચક્કીઓ ઉભી કરવામાં આવી

જંગલમાં પાણી માટે ગજલરીઓ બનાવાઇ
ઉનાળામાં રહેણાક વિસ્તારમાં જંગલી પ્રાણીઓ ઘૂસી જતાં સ્થાનિક લોકોને તેમના પશુઓને લઇને ભય રહે છે. જંગલી પ્રાણીઓ માત્ર ખોરાક અને પાણીની શોધમાં જ રહેણાક વિસ્તારમાં આવતા હોવાથી તંત્ર દ્વારા તેમના માટે પાણીનો વિકલ્પ શોધતા જંગલમાં પાણી માટે ગજલરીઓ બનાવેલી છે અને તેમાં ટેન્કર મારફતે પાણી નાખવામાં આવે છે.

ગજલરીઓ પાસે પવનચક્કીઓ ઉભી કરવામાં આવી
જ્યારે ગજલરીમાં પાણી ભરવા ન જવું પડે તેથી અમુક ગજલરીઓ પાસે પવનચક્કીઓ ઉભી કરવામાં આવી છે. જ્યાં પવનચક્કી મારફતે પાણી સીધું ગજલરીમા ભરાય છે અને પ્રાણીઓને પૂરતું પાણી મળી રહે છે.

પવનચક્કી મારફતે પાણી સીધું ગજલરીમા ભરાય છે
પવનચક્કી મારફતે પાણી સીધું ગજલરીમા ભરાય છે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો