તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સામે જીત:વડગામની આયુર્વેદિક કોવિડ હોસ્પિટલમાં કોરોનાના100 દર્દીઓ સાજા થઈ ઘરે ગયા

પાલનપુર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • પાંચ લાખ રૂપિયા લોક ફાળો ભેગો થયો,સિલિન્ડરનું દાન મળ્યું
 • 20 બેડ ધરાવતી હોસ્પિટલમાં 24 કલાક ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ ખડેપગે

વડગામની આયુર્વેદ હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરાઇ હતી જેમાં ઓક્સિજન સહિતના 25 બેડ ઉપર તાલુકાના તેમજ આજૂબાજૂના ગામડાના દર્દીઓને અવિરત સેવા આપવામાં આવી છે. ટીએચઓ ડો. પ્રકાશ ચૌધરી સહિત અન્ય ડોકટરો અને નર્સિંગ સ્ટાફ 24 કલાક અવિરત સેવા આપી રહ્યા છે. અત્યાર સુધીમાં 100 થી વધુ દર્દીઓ સાજા થઈ ઘરે ગયા છે.

આ હોસ્પિટલ ચલાવવામાં દાતાઓનો ફાળો અમૂલ્ય રહ્યો છે જેમાં 2 લાખ ડો. હિતેશભાઈ ચૌધરી, પરથીભાઈ ગોળ. પ્રવિણસિંહ રાણા, રાજુભાઈ ડેલીગેટ, 1લાખ મહેશભાઈ ડેલ, રમેશ ડેકલીયા, વિજય ચૌધરી બસુ તથા તલાટી મંડળ, 1 લાખ ધી વડગામ દૂધ ઉત્પાદક સહકારી મંડળી, 25 હજાર જીગર ચૌધરી (એસ ઓ દાંતા) 25 હજાર મહેન્દ્રભાઈ ચૌધરી (એસઓ વડગામ) સહિત અનેક દાતાઓએ દર્દીને વિનામૂલ્યે સારવાર મળી રહી છે.ઇમર્જન્સીમાં ચાલી શકે એટલા ઓક્સિજનની સુવિધા પણ આપવામાં આવી રહી છે.

મોરિયા CHC માં 2 દિવસમાં ઓકસિજન નહીં મળે તો મેવાણીની ધરણાંની ચીમકી
પાલનપુર :વડગામની મોરિયા CHC માં 4 તબીબો અને 21 બેડ હોવા છતાં છતાં ઓકસીજન ના અભાવે આખું CHC બંધ હાલતમાં છે અને આજુબાજુ ગામના દર્દીઓ સારવાર વિનાજ પાછા જઇ છે. 2 દિવસમાં ઓકસીજન નહિ મળે તો વડગામ ધારાસભ્યએ જિલ્લા કલેકટર કચેરીએ ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.કોવિડ સેન્ટરમાં તાત્કાલિક ઓક્સિજન પુરો પાડી ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે લેખિતમાં જીલ્લા કલેકટર ને આવેદનપત્ર આપ્યું હતું. અને સાથે-સાથે જો આ માંગ બે દિવસમાં સંતોષવા માં નહી આવે તો ધરણાં ઉપર બેસીશ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો