તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોકડ રકમની ઉઠાંતરી:કાંકરેજના સિહોરી ખાતે બેંકમાંથી પાક ધિરાણના પૈસા લઇને પરત ફરતાં ખેડૂતની રૂપિયા ત્રણ લાખ ભરેલી બેગ લઇને ગઠિયો ફરાર

પાલનપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતના બાઇક પર લગાવેલો નાણાં ભરેલી થેલો લઈ ગઠિયો ફરાર

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના શિહોરી ખાતે ખેડૂત પાક ધિરાણ લોન કરી પરત ફરી રહ્યા હતા જેમાં બાઈક પર લગાવી નાણાં ભરેલી થેલી ગઠીયો લઈ ફરાર થઈ ગયો હોવાના ઘટના સામે આવી છે. કાંકરેજના શિહોરી ખાતે બેન્કમાં ખેડૂત પોતાનુ પાક ધિરાણના લોન લઈ ફરી રહ્યા હતા ત્યારે બાઇક પર લગાવેલી નાણાં ભરેલી થેલી ગટીયો લઈ ફરાર થઈ ગયો હતો.

બનાસકાંઠા કાંકરેજના શિહોરી ખાતે ખેડૂત પાક ધિરાણના ત્રણ લાખ રૂપિયા ભરેલી થેલી લઈ ગઠિયો ફરાર થઈ જતાં ખેડૂતે ફરિયાદ નોંધાવી હતી .શિહોરી ખાતે આવેલી બેંકમાંથી પાક ધિરાણ ના રૂપિયા લઈ ખેડૂત ઉમેદભાઈ પટેલ પોતાના બાઈક પર નાણાં ભરેલો થેલો લટકાવી પરત જવા નીકળતી વખતે અજાણ્યા ગઠિયાએ નજર ચૂકવી બાઈક પર રહેલો થેલો લઈને ફરાર થઈ ગયો હતો. જોકે ખેડૂતે પોતાના બાઈક પર નજર કરતા થેલો ના હોવાથી ખેડુત શિહોરી પોલીસ મથકે પહોંચ્યા હતા. ત્યારે અજાણ્યા ગઠિયા સામે ખેડૂતે પોલીસ ફરિયાદ નોધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

કિશોર સીસીટીવીમાં કેદ
કિશોર સીસીટીવીમાં કેદ
અન્ય સમાચારો પણ છે...