ભાવ વધારો:એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ 14.18% ભાવ વધારો જાહેર કર્યો, પશુ પાલકોને રૂ. 1132 કરોડ ચૂકવાશે

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આજે બનાસ ડેરીની 53મી સાધારણ સભા મોરિયા મેડિકલ કોલેજ ખાતે યોજાઇ
  • સભામાં પશું પાલકોને 14.18% ભાવ વધારો જાહેર કરાતા પશું પાલકોમાં ખુશીનો માહોલ

એશિયાની સૌથી મોટી બનાસડેરી દ્વારા આજે સાધારણ સભા યોજાઈ હતી. જેમાં બનાસડેરી દ્વારા પશું પાલકોને 14.18% ભાવ વધારો જાહેર કરાતા પશું પાલકોમાં ખુશી જોવા મળી હતી. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના જણાવ્યા અનુસાર પાલકોને બનાસડેરી દ્વારા રૂ. 1132 કરોડ ભાવ વધારો ચૂકવાશે. આ ઉપરાંત અનેક પ્રોજેક્ટને લઈ જાહેરાત કરાઈ હતી.

બનાસડેરીની 53મી વાર્ષિક સાધારણ સભા મોરિયા મેડિકલ કોલેજ ખાતે યોજાઈ હતી. જેમાં બનાસડેરી દ્વારા પશુપાલકોને 14.18% ભાવફેર જાહેર કરાતા પશુપાલકોમાં ખુશી જોવા મળી હતી. બનાસડેરી દ્વારા રૂ. 1132 કરોડ ભાવ વધારો ચૂકવાશે. કિલોફેટે 812 રૂપિયા ચૂકવાતા હતા તેમાં 6 રૂપિયાનો વધારો કરી 818 રૂપિયા કરવામાં આવ્યા છે.સભામાં ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ત્રણ મહત્વની જાહેરાતો કરી હતી. જેમાં દૂધ ઉત્પાદકોને આકસ્મિક મૃત્યુમાં 1 લાખ રૂપિયાનું વીમા સુરક્ષા કવચ આપીને તેનું પ્રીમિયમ બનાસડેરી દ્વારા ભરવાનો નિર્ણય લેવાયો હતો.

જિલ્લાની દૂધ મંડળીઓના વર્ષે દહાડે 200 કરોડ રૂપિયા જેટલા વીજબીલ ઘટાડી શકાય તે માટે એક સોલાર ઉત્પાદક સહકારી સંસ્થા બનાવીને સોલાર ઉર્જાનો ઉપયોગ કરીને ગ્રીન એનર્જીનું આયોજન હાથ ધરાયુ છે. ડેરીનું વર્ષ 20/21 નું ટર્ન ઓવર 19,982 કરોડ રૂપિયા થયુ છે. ડેરીની કમાણીના 1 રૂપિયામાંથી 8.28 પૈસા પશુપાલકોને વળતર ચૂકવીને દર મહિને રૂ.833 કરોડ રૂપિયા એટલે કે રોજના 27.76 કરોડ રૂપિયા પશુપાલકોને ચૂકવી દુનિયાની એક માત્ર સૌથી વધુ વળતર ચૂકવતી સહકારી ડેરી બની છે. બનાસડેરીમાં 20 વર્ષ પૂર્વે 373 કરોડનું ટર્ન ઓવર હતું,જે આજે 20 વર્ષ બાદ 12, 983 કરોડએ પહુચ્યું છે. દૂધ ઉત્પાદકો ગોબર પ્રોજેકટ હેઠળ જોડાયેલા છે.

બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, કોરોના કાળમાં બનાસડેરી સંચાલિત બનાસ મેડિકલ કોલેજે મહત્વનું કામ કર્યું છે. જિલ્લામાં ઓક્સિજનની કમી ન સર્જાય તે માટે ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરાયો હતો. બનાસડેરીએ કોરોનાકાળામાં એકપણ દિવસ પશુપાલકોનું દૂધ લેવાનું બંધ નથી કર્યું. દર મહિને આપણે 833 કરોડ રૂપિયાપશું પાલકોના ખાતામાં જમા કરાવીએ છીએ જેમાં બનાસકાંઠા જિલ્લો પ્રથમ છે.

શંકર ચૌધરીએ વધુમાં જણાવ્યું કે, રોજના 27 કરોડ 76 લાખ રૂપિયા બનાસકાંઠાના પશુપાલકોને ચૂકવાય છે. બનાસડેરીમાં પહેલાં રુપિયા 373 કરોડનું ટર્ન ઓવર હતું, 20 વર્ષ બાદ 12 હજાર 983 કરોડનું ટર્ન ઓવર થયું છે.

ગઈવખતે કિલો ફેટના રૂ. 812 ભાવ આપ્યો હતો આ વખતે કૂ. 818 કિલો ફેટ ભાવ આપવાનું નક્કી કર્યું હતું. પશું પાલકોને આજે બનાસડેરી દ્વારા 1132 કરોડ રૂપિયા ભાવ વધારો અપાયો છે. 5.50 લાખ પશું પાલકોને 1 લાખ અકસ્માત વીમો બનાસડેરી ચૂકવશે.

બનાસડેરીને દર વર્ષે રૂ. 100 કરોડની વીજળીની જરૂર પડે છે. હવે વીજળી ઉત્પન્ન કરવાના પ્રોજેક્ટ માટે પણ બનાસડેરીએ તૈયારી હાથ ધરી છે. જેનાથી પશુપાલકોના રૂ. 100 કરોડ બચી શકશે. એજીએમની અંદર સાથે સાથ બનાસ ડેરી દુનિયામાં દૂધના સૌથી વધારે નાણા આપતો જિલ્લો બનાસકાંઠા જિલ્લો બન્યો છે. નવા વ્યવસાય તરીકે સોલારનું ઉત્પાદન કોપરેટીવ બેજ ઉપર થાય અને એના ગ્રાહકોને પણ ફાયદો થાય અને મંડળીઓ ભેગી થઈને પોતાની એક સંસ્થા બનાવે તે પ્રમાણેનું વિચાર આજે મૂક્યો છે જે આજે મંજૂર કર્યો છે.

જિલ્લામાં બનતી ખેતીના બાકીના પાકો છે તેનું રી-વેલ્યુષન થઈ તેનું માર્કેટિંગ માટે જિલ્લા કક્ષાએથી દૂધ સિવાયના પણ વ્યવસાયના કામ કરી શકાય તેવી એક્તા સંસ્થા બનાવવાનો નિર્ણય આજે કર્યું છે. જિલ્લાના સાડા પાંચ લાખ પશુપાલકોને એક લાખ રૂપિયાનો આકસ્મિત વીમાનું કવચ તે બનાસડેરી લેશે તેનો પણ આજે નિર્ણય લેવામાં આવ્યો છે. અમને સંતોષ છે કે જિલ્લમાં બનાસકાંઠામાં એક ડેરી છે જે સો એકર કરતા વધારે જમીનમાં બનેલી છે. દૂધનું ઉત્પાદન વધારે થવાના કારણે નવી એક ડેરી ગયા વર્ષે તેનું ખાતમૂર્હુત કર્યું હતું. આગામી ડિસેમ્બર જાન્યુઆરી સુધીમાં તમામ સુવિધા કરતાં વધારે જમીનની અંદર નવી ડેરી કાર્યરત થઈ જશે.

બનાસડેરીના પોતાના પ્રોજેક્ટમાં રૂપિયા સો કરોડ કરતાં વધારે વીજ બિલ થાય છે અને દૂધ મંડળીઓ છે. એનું પણ એના કરતા વધારે કુલ મિલાવીને રૂ. 200 કરોડ કરતાં વધારે રકમ લાઈટના બીલ તરીકે જિલ્લાના પશુપાલક મંડળીના બીલના થાય છે. પોતાનો પ્રોજેક્ટ ઉભો કરીને કોપરેટી સંસ્થા બનાવીને વીજળી ઉત્પન્ન કરવાનું કામ અમે કરીએ જેનો અમલ કરવાનો નિર્ણય આજે કર્યો છે. દૂધની આવક ની સાથે સાથે ગોબર છાણમાંથી પણ પશુપાલકોને આવક મળે જે પ્રમાણેનું પ્રોજેક્ટ વિચાર્યું હતો અને કાર્યરત થયું દેશ માટે આજે બનાસ મોડલ કાર્યરત થયો છે.

બહેનોને "બનાસ લક્ષ્મી" એવોર્ડ
જિલ્લાની 98 બહેનોને “શ્રેષ્ઠ બનાસ લક્ષ્મી અને "બનાસ લક્ષ્મી" એવોર્ડ, રોકડ ઇનામ અને પ્રમાણપત્ર આપીને તેમજ દેશી ગાય, ભેંસ અને એચ.એક ગાય વિભાગમાં પશુ દીઠ વધુ દૂધ ઉત્પાદન હરીફાઈ યોજનામાં એક થી ત્રણ નંબરે આવેલ 85 બહેનોને રોકડ રકમના ઇનામ અને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવી હતી. તેજ પ્રમાણે 19/20 માં ગણેશપુરા (લાખણી) અને 20/21 માં રતનપુરા (ભી) દૂધ મંડળીને જિલ્લાની આદર્શ દૂધ મંડળી ફરતો શિલ્ડ અપાયો હતો.

બનાસડેરી હવે વીજળી પણ ઉત્પન્ન કરશે
બનાસડેરીને દર વર્ષે રૂ. 100 કરોડની વીજળીની જરૂર પડે છે. અને 100 કરોડ અન્ય રીતે મળી 200 કરોડ વર્ષે વીજ નિગમ લઈ જાય છે. જેથી વીજળી ઉત્પન્ન કરવાના પ્રોજેક્ટ માટે પણ બનાસડેરીએ તૈયારી હાથ ધરી છે. જેનાથી પશુપાલકોના વીજ દરમાં ઘટાડો કરી શકાશે.

દરેક મંડળી દીઠ પ્રોડ્યુસર કંપની બનાવાશે
સ્થાનિક દૂધ ઉત્પાદકને એની ખેતપેદાશન પોષણ ક્ષમ ભાવો મળી રહે એ માટે બજાર શોધવામાં આવશે અને વચેટિયા દૂર કરી સીધે સીધો ગ્રાહક અને કંપની સાથે સંપર્ક કરી દૂધ ઉત્પાદકની આવકમાં વધારો કરાશે. બનાસડેરીમાં 67.97 લાખ લીટર રોજનું જમા થાય છે.

બનાસકાંઠા જિલ્લો દૂધ ઉત્પાદનમાં સમગ્ર રાજ્યમાં મોખરે છે ડેરી પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યમાં સૌથી વધુ67.97 લાખ લીટર દૂધ રોજનું બનાસડેરી માં જમા થાય છે જ્યારે બીજા ક્રમે ખેડા 35.89 લાખ સાબરકાંઠા 30 લાખ જ્યારે મહેસાણા 27.29 લાખ લીટર દૂધ રોજ જમા થાય છે. જ્યારે રાજ્યની અન્ય તમામ ડેરીઓમાં 16 લાખથી દોઢ લાખ દૂધ જમા થાય છે.

અન્ય સમાચારો પણ છે...