તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:પાલનપુરના ASI ને વાહનની ટક્કર વાગતાં મોત નીપજ્યું

પાલનપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચડોતરથી વહેલી સવારે બહેનના ઘરેથી બાઇક લઈને ઘરે આવતા એરોમાં સર્કલે ટ્રકના ટાયર પગ પર ફરી વળ્યાં

પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરજ બજાવતા એએસઆઈનું વાહનના ટક્કરથી વહેલી સવારે મોત નિપજયું હતું. ચડોતર ગામમાં રહેતા બહેનના ઘરેથી વહેલી સવારે બાઇક લઈને પાલનપુર ઘરે આવતા એરોમાં સર્કલ પર અજાણ્યા ભારે વાહનના ટાયર પગ પર ફરી વળ્યાં હતા. આકસ્મિક નિધનથી પોલીસબેડામાં આઘાતની લાગણી વ્યાપી ગઈ હતી.

ફોફળીયાકુવા જુનાડાયરા વિસ્તારમાં રહેતા અને તાલુકા પોલીસ મથકે ASIમાં ફરજ બજાવતા મહંમદશરીફભાઈ શુક્રવારે રાત્રે ચડોતરમાં તેમના બેન નસીમબેન ચૌહાણના ઘરે ગયા હતા. જ્યાંથી સવારે મોટરસાઇકલ લઇ પરત ઘરે આવવા નીકળ્યા હતા. તેવામાં 5 વાગે એરોમાં સર્કલ પરથી પસાર થતી વખતે વાહને બાઈકને જોરદાર ટક્કર મારી મોત નિપજાવ્યું હતું.

તેમના પુત્રે આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે " મારા પિતાજીનું અકસ્માત થતા હું અને મારો ભાઇ શાહરુખ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં આવેલા ત્યારે મારા પિતાજીની બોડી ટ્રોમા સેન્ટરમા હતી તેમના માથા પર ઇજાઓ થઇ હતી. ડાબો હાથ કોણીથી ભાગી ગયો હતો અને બન્ને પગે ફ્રેક્ચર થયું હતું. જે બાદ અમે પશ્ચિમ પોલીસ મથકે અકસ્માતે મોતની ફરિયાદ આપી હતી.પાલનપુરમાં રહેતા મહંમદશરીફભાઈના ઘરે જઈ પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...