તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વંયભૂ બંધના ધજાગરા:બજારો ખૂલી ગયા હોવાની વાત વહેતી થતાં લોકો ઊમટ્યા,વાહનોની કતારો લાગી

પાલનપુર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પાલનપુરમાં લોકડાઉન ખુલવાની અફ્વાના કારણે બજારોમાં ભીડ તેમજ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. - Divya Bhaskar
પાલનપુરમાં લોકડાઉન ખુલવાની અફ્વાના કારણે બજારોમાં ભીડ તેમજ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.
 • પાલનપુરમાં ગુરૂનાનક ચોક વિસ્તારમાં ટ્રાફિક તો શાકમાર્કેટમાં પણ ખરીદી માટે ભીડ જામી

પાલનપુર શહેરમાં સોમવારે બજારો ખુલવાના છે તેવી વાત વહેતી થતા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. શહેરના ગુરૂનાનક ચોક વિસ્તારમાં તો પુલ પર ચડતી વખતે વાહનોની લાંબી કતાર લાગતાં એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી. જ્યારે શાકમાર્કેટ વિસ્તારમાં પણ શાકભાજીની ખરીદી કરવા માટે લોકોની ભારે ભીડ ઉમટી હતી. જિલ્લામાં વધતા જતા કોરોનાના કહેરને કારણે વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળીને તેમજ જાહેરનામા અનુસાર હાલમાં માત્ર આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખોલવા માટે સૂચના આપવામાં આવેલી છે.

જેના કારણે પાલનપુરના બજારો છેલ્લા કેટલાક દિવસથી સૂમસામ ભાસી રહ્યા છે.સોશિયલ મીડીયામાં ગતરોજ એક મેસેજ ફરતો થયો હતો. તેમાં પાલનપુરના બજારો સવારે 8 થી 4 વાગ્યા સુધી ખુલ્લા રહેશે તેવો મેસેજ ફરતો થતાં સોમવારે પાલનપુરના વિવિધ વિસ્તારોમાં લોકો ઉમટી પડ્યાં હતા. શહેરના ગુરૂનાનક ચોક, સિમલાગેટ, શાકમાર્કેટ સહિતના વિસ્તારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ગુરૂનાનક ચોકથી પુલ ચડતી વખતે એક એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં અટવાઈ જવા પામી હતી, જ્યારે શાક માર્કેટ વિસ્તારમાં શાકભાજીની ખરીદી કરવા માટે પણ ભીડ ઉમટી પડતાં સોશિયલ ડિસ્ટન્સ ધજાગરા જોવા મળ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો