• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • As Soon As The Palanpur Court Sentenced The Husband In The Divorce Case, The Wife Said, "Thank You Modi Government For Enacting The Law Of Triple Divorce."

પીડિતાની 'દિવ્ય ભાસ્કર' સાથે વાતચીત:તલાક મામલે પતિને પાલનપુર કોર્ટે સજા સંભળાવતાં જ પત્નીએ કહ્યું- 'ટ્રિપલ તલાકનો કાયદો બનાવનાર મોદી સરકારનો આભાર'

પાલનપુર18 દિવસ પહેલા
પીડિતા
  • મારા જેવી અનેક છોકરીઓ છે, જે હજી પણ પીડિત છે, તમામને ન્યાય મળવો જોઈએ- પીડિતા

બનાસકાંઠાના પાલનપુરમાં પત્નીને ત્રણ તલાક આપનાર પતિને કોર્ટે એક વર્ષની સજા અને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ટ્રિપલ તલાકના કાયદામાં ગુજરાતમાં કોઈ આરોપીને સજા પડી હોય તેવો રાજ્યનો આ પ્રથમ કિસ્સો છે. આરોપી પતિને સજા પડતા પત્નીએ તલાકનો કાયદો લાવનાર મોદી સરકારનો આભાર વ્યકત કર્યો હતો.

આરોપી પતિ સરફરાઝ બિહારી.
આરોપી પતિ સરફરાઝ બિહારી.

શું હતો સમગ્ર મામલો?
બનાસકાંઠાના વડગામ તાલુકાના જૂનીનગરીની યુવતીના લગ્ન હેબતપુરના વતની સરફરાજખાન બિહારી સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન દંપતીને ત્યાં પુત્રીનો જન્મ થયો હતો. ત્યારબાદ પતિ સરફરાઝખાનને દાંતીવાડા સિપુ નિગમમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે નોકરી મળી હતી. ત્યારબાદ નોકરી દરમિયાન તેની સાથે ઓફિસમાં કામ કરતી હિન્દુ યુવતી સાથે સરફરાજખાનને પ્રેમ થતા તેને લઈને નાસી ગયો હતો. ત્યારબાદ પરત ફરેલા સરફારાજ ખાને પીડિતા સાથે મારકૂટ ચાલુ કરી હતી. એક દિવસ ત્રણ વાર તલાક...તલાક...તલાક...કહી પીડિતાને ઘરમાંથી કાઢી મૂકી હતી. ત્યારબાદ પીડિતાએ આરોપી પતિ સામે ટ્રિપલ તલાકના કાયદા હેઠળ ગુનો નોંધાવ્યો હતો. જે કેસ પાલનપુરની કોર્ટમાં ચાલતા કોર્ટે આજે આરોપી પતિને એક વર્ષની સજા અને 5 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

પ્રતીકાત્મક તસવીર.
પ્રતીકાત્મક તસવીર.

મને ન્યાય મળવા બદલ મોદી સરકારનો આભાર- પીડિતા
ગુજરાતમાં ટ્રિપલ તલાકના કેસમાં આરોપીને સજા પડી હોય તેવો રાજ્યનો આ પ્રથમ કેસ છે. ટ્રિપલ તલાકના કાયદાની મદદથી પતિ સામે કોર્ટમાં જંગ છેડનાર પત્નીને ત્રણ વર્ષે ન્યાય મળતા પીડિત પત્નીએ ટ્રિપલ તલાકનો કાયદો ઘડનાર મોદી સરકારનો આભાર માન્યો હતો. પીડિતાએ કહ્યું હતું કે, જો કાયદો ન હોત તો મારી હાલત ખરાબ થઈ જાત. મારા જેવી અનેક છોકરીઓ છે જે હજી પણ પીડિત છે, તેઓને ન્યાય મળવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...