નહિવત અસર:પાલનપુરની 20 કો-ઓપરેટીવ-ખાનગી બેંકો ચાલુ રહેતાં હડતાળની નહિવત અસર

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માર્કેટયાર્ડના વેપારીઓના ચેક અટવાતા 4 દિવસમાં 20 કરોડનું કલિયરન્સ અટવાશે

રાષ્ટ્રીયકૃત બેંકોના ખાનગીકરણ સામેના વિરોધમાં પાલનપુરમાં બીજા દિવસે બેંકોની હડતાલ ચાલુ રહી હતી. જોકે, બીજી તરફ 20 કો-ઓપરેટીવ સહિત પ્રાઇવેટ બેંકો ચાલુ રહેતા બજારમાં હડતાલની નહિવત અસર વર્તાઇ રહી છે. આ બેંકો દ્વારા બે દિવસમાં રૂ.100 કરોડનું કલિયરન્સ થયું હતુ. દરમિયાન રાષ્ટ્રીયકૃત બેંકોમાં મોટા વેપારીઓના ચેકો અટવાતા મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

રાષ્ટ્રીયકૃત બેંકોના ખાનગીકરણના વિરોધમાં પાલનપુરની એસ.બી.આઇ બેંક, યુનીયન બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, પંજાબ નેશનલ બેક, ઇન્ડિયન બેંકના કર્મચારીઓ ગુરૂવારે હડતાલ ઉપર ગયા છે. જોકે, આ બેંકોના એટીએમમાં પુરતા નાણાં હોવાથી ગ્રાહકોને કોઇ મુશ્કેલીઓ પડી રહી નથી.

તો બીજી તરફ કો- ઓપરેટીવ અને પ્રાઇવેટ બેંકો ચાલુ હોવાથી બજારમાં હડતાલની કોઇ અસર વર્તાતી નથી. આ અંગે મર્કેન્ટાઇલ બેંકના પી. ડી.પ્રજાપતિએ જણાવ્યું કે, પાલનપુરમાં 20 કો- ઓપરેટીવ તેમજ ખાનગી બેંકો ચાલુ છે. જેમના દ્વારા બે દિવસમાં રૂપિયા 100 કરોડનું કલિયરીંગ થયું છે.

પાલનપુરના વેપારી મહેશભાઇ પટેલે જણાવ્યું કે માર્કેટયાર્ડના વેપારીઓનો મોટાભાગનો નાણાંકીય વ્યવહાર રાષ્ટ્રીયકૃત બેંકો સાથે છે. રોકડની સાથે ચેકથી નાણાંની લેવડ-દેવડ થાય છે. હડતાથી 4 દિવસમાં આ વેપારીઓનું રૂ.20 કરોડનું કલિયરન્સ અટવાશે.

અન્ય સમાચારો પણ છે...