તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ ગરમાયું:ભાભરના 100થી વધુ મહિલા સહિત 300 જેટલા લોકો કોંગ્રેસમાં જોડાયા, ભાજપની મુશ્કેલીઓ વધી

પાલનપુર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોંગ્રેસમાં 300 થી વધુ લોકો જોડાતા ભાભર રાજકારણ ગરમાયું
 • ભાભરમાં 24 સીટોમાં કુલ 55 ઉમેદવારો તૈયાર

બનાસકાંઠામાં નગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર ધમધમાટ શરૂ થઇ ગયો છે. ત્યારે ભાભર નગરપાલિકાની ચૂંટણી દરમિયાન સ્વર્ગસ્થ રત્નાબ માળીનો સંયુક્ત પરિવાર કોંગ્રેસમાં જોડાયો છે, 100 મહિલાઓ સહિત 300 જેટલા લોકો કોંગ્રેસમાં જોડાતા જ ભાભરનું રાજકારણ ગરમાયુ છે, જ્યારે બીજી બાજુ ભાજપની મુશ્કેલીઓ વધી રહી હોય તેવા અંધાણ જણાયા છે.

300 લોકો કોંગ્રેસમાં જોડાતા ભાજપમાં ચિંતાનું મોજુ
મંગળવારે ફોર્મ પરત ખેંચવાની તારીખ પુરી થયા બાદ, બુધવારથી જ ભાજપ, કોંગ્રેસ , આપ અને અપક્ષોએ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. ભાભર નગરપાલિકાની ચૂંટણીમાં પણ 24 સીટો માટે કુલ 55 ઉમેદવારો મેદાનમાં છે. અહીં ભાજપ , કોંગ્રેસ અને આપ વચ્ચે સીધો મુકાબલો છે. તેવામાં સ્વર્ગસ્થ રત્નાબા માળીનો સંયુક્ત પરિવાર આજે કોંગ્રેસમાં જોડાયો હતો. વર્ષોથી ભાજપનો ગઢ ગણાતા આ પરિવારની 100 મહિલાઓ સહિત કુલ 300 જેટલા લોકો કોંગ્રેસમાં જોડાતા હવે ભાજપની મુશ્કેલીઓ વધી જવા પામી છે.

કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવ્યું
ભાભરમાં ગત વખતે 24 બેઠક ભાજપે કબ્જે કરી હતી, ત્યારે આ વખતે ભાજપના ગઢમાં ગાબડું પાડવા માટે કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. તેવામાં 300થી પણ વધુ લોકો કોંગ્રેસમાં જોડાતા ભાજપની મુશ્કેલીઓ વધી રહી હોય તેમ લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો