તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાલયમાં કોરોના સંક્રમણ મામલો:ડીસામાં 11 જેટલા કોરોના પોઝિટિવ કેસ આવતા આરોગ્ય વિભાગે વિદ્યાલય બંધ રાખવા સૂચન કર્યું હોવા શાળા શરૂ

ડીસા12 દિવસ પહેલા
 • કોરોના સંક્રમણ મામલે આરોગ્ય વિભાગ ના પત્રની શાળા તંત્ર દ્વારા અવગણના

બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ વચ્ચે આરોગ્ય અને શિક્ષણ વિભાગ વચ્ચે વિરોધાભાસ સ્પષ્ટ જોવા મળ્યો. ડીસા તાલુકાની રામસણ ઉત્તર બુનિયાદી શાળામાં કોરોના પોઝિટિવ 11 લોકો આવ્યા. જે બાદ આરોગ્ય વિભાગની સુચના હોવા છતાં આજે શિક્ષણકાર્ય ચાલુ રહ્યું હતું. ત્યારે સવાલ એ છે કે વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ વધશે તો જવાબદાર કોણ રહે છે..?

ગુજરાત સરકારી શિક્ષણ કાર્ય ચાલુ કરતાં જ શાળાઓમાં શિક્ષકો અને બાળકો કોરોના પોઝિટિવ થવાની ઘટનાઓ માં નોંધપાત્ર વધારો થયો છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રામસણ ગામે આવેલી વિવેક ઉત્તર બુનિયાદી વિદ્યાલયના 11 લોકો કોરોના પોઝિટિવ આવતા ફફડાટ વ્યાપ્યો હતો. શાળાના શિક્ષકો ચાર શિક્ષકોને અને 7 બાળકોને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગે આ શાળા બંધ રાખવા માટે પત્ર લખ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા એક અઠવાડિયા માટે શાળા બંધ રાખવાની લેખિત સૂચના આપવામાં આવી હતી.

કોરોના સંક્રમણ વધતા આરોગ્ય વિભાગ દ્વારા શાળા બંધ રાખવા માટે સૂચના આપી હોવા છતાં આરોગ્ય વિભાગની સુચનાને શાળા સત્તાધીશો ઘોળીને પી ગયા હતા. આજે બાળકોના જીવના જોખમે શાળાનું શિક્ષણ કાર્ય ચાલુ હતું. જે મામલે શાળાના આચાર્યને કહેવું છેકે બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે શાળાનું શિક્ષણ કાર્ય ચાલુ છે.

છેલ્લા 10 માસથી જ્યારે શાળા બંધ હતી તેમ છતાં બાળકોનું શિક્ષણ પડ્યું ન હતું અને હવે જે શાળામાં 11 કોરોના સંક્રમિત પોઝિટિવ આવ્યા હોવા છતાં બાળકોના જીવના જોખમે શિક્ષણકાર્ય ચાલુ રાખવું કેટલું યોગ્ય છે. ત્યારે સવાલ એ છે કે બાળકોને જીવમાં જોખમમાં મૂકનાર શાળા સંચાલકો તેમજ અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ..?

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો