જાહેરાત:ધરોઈ ડેમ વાલ્વનું રિપેરિંગ હોવાથી પાલનપુરને બે દિવસ પાણી નહીં મળે

પાલનપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર શહેરના લોકોને આજે સોમવાર અને મંગળવાર એમ બે દિવસ ધરોઇ જૂથનું પાણી નહીં મળે. આંબાઘાટા હેડવર્કસથી પાલનપુર આવતી મુખ્ય લાઈનમાં પાઈપ લાઈનના વાલ્વ રિપેરિંગની કામગીરી કરવામાં આવનાર હોઈ બે દિવસ પાણી નહી મળે તેમ જણાવવામાં આવ્યું છે.

પાલનપુરમાં ધરોઈ ડેમ આધારિત પાણી પુરવઠા યોજના અંતર્ગત આવતા પાણીનો પૂરવઠો બે દિવસ સુધી શહેરીજનોને મળી શકશે નહી. ધરોઈ ડેમ આધારિત પાણી પુરવઠા યોજનાના આંબા ઘાટા હેડવર્કસથી મેનલાઇન 813 મી.મી વ્યાસની એમ.એસ પાઇપ લાઇનના વાલ્વ રિપેરિંગની કામગીરી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવનાર હોઈ તા.15 થી 16 નવેમ્બર 2021 દરમ્યાન પાણી પુરવઠો બંધ રાખવામાં આવનાર છે. જેથી પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં ધરોઈના પાણીનો સપ્લાય આપી શકાશે નહી. સોમવાર તથા મંગળવાર એમ બે દિવસોમાં પીવાના પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા માટે જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...