દરખાસ્ત:જાહેર સ્થળો પર ફાયર સેફટીની જેમ દીકરીઓની સેફટી માટે વ્યવસ્થા કરો

પાલનપુર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હુમલાની ઘટના સામે રક્ષણ મેળવવા જિલ્લાની મહિલાઓએ મત વ્યકત કર્યા

સુરતમાં યુવતીનું જાહેરમાં ગળુ કાપીને હત્યા કરવામાં આવી હતી. રાધનપુરના શેરગઢમાં ઘરમાં ઘુસી જીવલેણ હુમલો કરાયો હતો. દીકરીઓ ઉપર થઇ રહેલા જીવલેણ હુમલાની ઘટનાઓને બનાસકાંઠાની મહિલા અગ્રણીઓએ શખ્ત શબ્દોમાં વખોડી કાઢી આવી ઘટનાઓ સામે રક્ષણ માટે સરકાર દ્વારા ફરજીયાત વ્યવસ્થા કરવા સાથે માતા- પિતાઓને પણ સજાગ થઇ સોશિયલ મિડીયાના ફાયદા-ગેરફાયદા સમજાવવા ભાર મુક્યો હતો.

દીકરીઓને માનસિક રીતે મજબુત બનાવવા માટે તેમની સાથે જ ચર્ચા કરવી પડશે :રાજુલબેન દેસાઈ
દીકરીઓ ઉપર થતાં હુમલો નિંદનીય છે. જે રોકવા માટે આપણે દીકરીઓને જ મજબુત બનાવવી પડશે. દીકરીઓના માતા- પિતાએ સમય ફાળવી સોશિયલ મિડીયાથી થતાં ફાયદા- ગેરફાયદા સમજાવવા પડશે. આવી ઘટનાઓ ઘટે ત્યારે માનસીક રીતે મજબુત થઇ તેનો સામનો કરી શકે તે માટે તૈયાર કરવી પડશે.-રાજુલબેન દેસાઇ (મહિલા આયોગ સદસ્ય, ભારત સરકાર)

સરકારી નોકરી કરતી બહેનોનું લોકેશન મળે તેવી વ્યવસ્થા કરવી જોઇએ: પ્રમુખ,આંગણવાડી મહાસભા
આંગણવાડી સહિત સરકારી નોકરી કરતી મહિલાઓની સુરક્ષા જળવાય તે માટે નોકરી સમય દરમિયાન બહાર નીકળે તો તેમનું સતત લોકેશન મળતું રહે તેવી સરકારે વ્યવસ્થા કરવી જોઇએ. જેથી મુસીબતના સમયે મદદ મળી રહે.ચંપાબેન પરમાર (પ્રમુખ, આંગણવાડી મહાસભા, ગુજરાત રાજ્ય)

બનાસકાંઠાની 705 યુવતીઓએ ઓળખ છુપાવી હેરાનગતિથી મુક્તિ મેળવી: 181 કાઉન્સેલર
181 અભયમ મહિલા હેલ્પ લાઇન તદ્દન વિનામૂલ્યે 24 કલાક મદદ મળી રહે છે.મુશ્કેલીના સમયે લોકેશનના આધારે પોલીસની બીજી જ મિનિટે મદદ મળી રહે છે.જિલ્લામાં ગત વર્ષ કુલ 4630 કેસો પૈકી 705 યુવતીઓની ઓળખ છુપાવીને 181 અભયમની ટીમે આવા તત્વોથી મુક્તિ અપાવી હતી.જીનલબેન પરમાર (કાઉન્સેલર, 181 બનાસકાંઠા)

શાળાઓમાં શિક્ષણની સાથે સ્વરક્ષણ કરાટે સહિતની તાલીમ ફરજીયાત કરવી જોઇએ : આચાર્ય
સોશિયલ મિડિયાના ઉપયોગ અંગે માતા- પિતાએ દીકરી સાથે સંવાદ કરવો જોઇએ,બેડ ટચ ગુડ ટચની માહિતી આપવી જોઇએ.સાથે સાથે સ્કુલોમાં શિક્ષણની સાથે પ્રત્યેક દીકરી કરાટે સહિતની સ્વરક્ષણની તાલીમ મેળવે તે માટે ફરજીયાત કલાસ ચાલુ કરવા જોઇએ.: મીનાબેન પટેલ, (આચાર્ય, પાલનપુર)

અન્ય સમાચારો પણ છે...