તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Appointment Letters Awarded To Granted Higher Secondary School Teaching Assistants In The State, 207 Teachers From Banaskantha Joined The Service

પસંદગી:રાજ્યમાં ગ્રાન્ટેડ ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષણ સહાયકોને નિમણુંક પત્રો એનાયત, બનાસકાંઠાના 207 શિક્ષકો સેવામાં જોડાયા

પાલનપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયાના હસ્તે શિક્ષણ સહાયકોને નિમણુંક હુકમો અપાયા

રાજ્યની ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકોને નિમણુંક પત્ર એનાયત કરાયાં હતાં. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પસંદગી પામેલા 207 શિક્ષકોને શિક્ષણ સહાયકના નિમણુંક પત્રો આપવામાં આવ્યા હતાં. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર કલેકટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયાના હસ્તે શિક્ષણ સહાયકોને શાળા ફાળવણી અને નિમણુંકના હુકમો આપવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયાએ નવનિયુક્ત શિક્ષણ સહાયકોને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, પારદર્શક રીતે ઓનલાઇન પધ્ધતિથી સમગ્ર ભરતી પ્રક્રિયા સમયસર પુરી કરી આજે તમને શિક્ષક તરીકેના નિમણુંક પત્રો આપવામાં આવ્યાં છે.

તેમણે કહ્યું કે,શિક્ષકો-ગુરૂજનોનો પ્રભાવ વિધાર્થીઓ પર આજીવન રહેતો હોય છે. આવનારી પેઢીનું ભવિષ્યય તમારા હાથમાં છે ત્યારે બાળકોના ભવિષ્ય ની ચિંતા કરી શક્તિશાળી સમાજ થકી શક્તિશાળી રાષ્ટ્ર નું નિર્માણ કરીએ

અન્ય સમાચારો પણ છે...