તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંદોલનની ચીમકી:પેટ્રોલ,ડીઝલ,રાંધણગેસમાં વધારા મુદ્દે આપ દ્વારા કલેક્ટરને આવેદન

પાલનપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોંઘવારી કાબુમાં નહિ મેળવાય તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી

વર્તમાન સમયમાં ડીઝલ, પેટ્રોલ તેમજ રાંધણગેસમાં થઈ રહેલા અસહ્ય ભાવ વધારાને કારણે ગરીબ લોકોની હાલત કફોડી બની છે અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. જે બાબતે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને મોંઘવારી પર કાબૂ નહીં મેળવવામાં આવે તો ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી.

બનાસકાંઠા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગુરુવારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી સુત્રોચ્ચાર કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જીવન જરૂરી ચીજવસ્તુના ભાવ આસમાને પહોંચ્યા હોવાને કારણે લોકોની હાલત કફોડી બની છે. ડીઝલ, પેટ્રોલ અને રાંધણ ગેસનો ભાવ વધારો પાછો ખેંચવાની અને મોંઘવારી પર કાબૂ મેળવવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવી આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારી પર કાબૂ નહીં મેળવાય તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...