દિલ્હીના કેંટ વિધાનસભાના નાંગલ ગામની 9 વર્ષની દલિત વાલ્મિકી સમાજની બાળકી પર દુષ્કર્મ આચરવાના કિસ્સામાં સોમવારે પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર કચેરીએ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના સેલો દ્વારા ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવ્યુ હતુ.
દિલ્હીના કેંટ વિધાનસભાના નાંગલ ગામની 9 વર્ષની વાલ્મિકી સમાજની બાળકી પર દુષ્કર્મ આચરી નરાધમોએ જીવતી સળગાવી દઇ જે અધમ કૃત્ય કરવામાં આવ્યું છે તે ઘટનાને અંજામ આપનાર આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને તેને ફાંસી કરવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત પ્રદેશ ભાજપ સફાઈ કામદાર સેલ તેમજ ગુજરાત જિલ્લા કક્ષાના સેલો દ્વારા પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યું છે કે દિલ્હીમાં આપની સરકારમાં વારંવાર દલિતો અને વાલ્મિકી સમાજ પર અત્યાચારની ઘટનાઓ વધી રહી છે. કેજરીવાલની સરકારને તાત્કાલિક અસરથી બરખાસ્ત કરવામાં આવે અને દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દુષ્કર્મીઓની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.