તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદન:પાલનપુરમાં ફાસ્ટેગના વિરોધમાં અપાયું આવેદનપત્ર, સ્થાનિકોને ફાસ્ટિંગમાંથી મુક્તિ આપવા કરાઈ માંગ

પાલનપુર9 દિવસ પહેલા
સ્થાનિકોએ પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલને સાથે રાખીને જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યું
 • ચિત્રાસણી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો તેમજ સ્થાનિક ધારાસભ્યોએ એકઠા થઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
 • ખેમાણા ટોલ પ્લાઝા પરથી પસાર થતા સ્થાનિક ગ્રામ્ય વિસ્તારના લોકોને ફાસ્ટેગમાંથી મુક્તી ન અપાતા સ્થાનિકોમાં રોષ ફેલાઈ ગયો હતો
 • સરકાર દ્વારા માંગ નહીં સ્વીકારાય તો લોકોએ આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે વળવાની ચીમકી ઉચ્ચારી હતી

સમગ્ર દેશમાં ગઈકાલ રાતથી ટોલપ્લાઝા પર ફાસ્ટેગ ફરજીયાત થઈ ગયું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ખીમાણા ટોલ વિસ્તારમાં રહેતા લોકો તેમજ પાલનપુરના ધારાસભ્યએ સ્થાનિક લોકોને ટોલ આપવામાંથી મુક્તિ માટે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

ફાસ્ટટેગમાંથી મુક્તિ આપવા કલેક્ટરને માંગ
બનાસકાંઠા સહિત સમગ્ર દેશમાં મોડી રાતથી ટોલપ્લાઝા પર ફાસ્ટેગ ફરજિયાત થઇ ગયું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ડીસા રાધનપુર રોડ પર આવેલા ખીમાણા પાસે ટોલ બુથ આવેલું છે અને અહીંના આજુબાજુના વિસ્તારના લોકોએ ફાસ્ટેગને લઈ વિરોધ દર્શાવ્યો છે, ખીમાણા ટોલ પ્લાઝા પરથી આજુબાજુનાં 10 થી વધુ ગામડાનાં લોકોને ફાસ્ટટેગમાંથી મુક્તિ આપવામાં આવે તે માટે આજે ગ્રામજનોએ પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલને સાથે રાખીને જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું.

સ્થાનિક લોકોને ફાસ્ટેગમાંથી મુક્તિ મળે તે માટે જિલ્લા કલેકટરને રજૂઆત કરી દેવામાં આવી
સ્થાનિક લોકોને ફાસ્ટેગમાંથી મુક્તિ મળે તે માટે જિલ્લા કલેકટરને રજૂઆત કરી દેવામાં આવી

300 જેટલા વાહન ચાલકોને હાલાકી
ખીમાણા ટોલ પ્લાઝા પરથી લોકોને મુક્તિ મળે તે માટે રજૂઆત કરી હતી. આજુબાજુના 300 જેટલા વાહન ચાલકોને દરરોજ 2 થી 5 કિલોમીટરમાં અવરજવર કરવી પડે છે અને તેમ છતાં પણ સ્થાનિક લોકોએ દરરોજ ટોલ ચુકવવો પડે છે. તેવામાં સ્થાનિક લોકોને ફાસ્ટેગમાંથી મુક્તિ મળે તે માટે જિલ્લા કલેકટરને રજૂઆત કરી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો