તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:પાલનપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં એન્ટિજન કીટ ખલાસ

પાલનપુર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ટેસ્ટ કરાવ્યા વિના ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા દર્દીઓની કતારો લાગી

કોરોના વધતાં જતાં સંક્રમણને રોકવા માટે દર્દીઓને શોધવા તંત્ર દ્વારા સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં પાલનપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં એન્ટીજન ટેસ્ટ કરવા માટેની કીટ જ ખલાસ થઇ જતાં દર્દીઓની હાલાકી વધી છે. જેઓ ટેસ્ટ કરાવ્યા વિના જ ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે જતાં હોઇ ત્યાં કતારો લાગી રહી છે.

હોસ્પિટલમાં આવતાં શંકાસ્પદ દર્દીઓના આર.ટી.પી.સી.આર, એન્ટિજન ટેસ્ટ કરી પોઝિટિવ છે કે નેગેટિવ તેની ખબર પાડવામાં આવી રહી છે. જોકે, પાલનપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં એન્ટીજન ટેસ્ટ કરવા માટેની કીટ ખલાસ થઇ ગઇ હોવાથી દર્દીઓની હાલાકીમાં વધારો થઇ રહ્યો છે. જેઓ ટેસ્ટ કરાવ્યા વિના જ પરત ફરી ખાનગી હોસ્પિટલોમાં આશરો લઇ રહ્યા છે. પરિણામે ગ્રામિણ વિસ્તારોની ખાનગી હોસ્પિટલો શંકાસ્પદ દર્દીઓથી ઉભરાઇ રહી છે.

ટેસ્ટ કરાવવા ગયા પરંતુ કીટ ન હતી
આ અંગ દર્દી વાઘજીભાઇ પગીએ જણાવ્યું કે, મને છેલ્લા એક સપ્તાહથી તાવ, શરદી, ખાંસી છે.પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટ કરાવવા ગયા પરંતુ કીટ ન હોવાનું કહ્યુ હતુ. આથી ખાનગી હોસ્પિટલમાં બાટલો ચડાવી ગોળીઓ લીધી છે.
મોટાભાગના દર્દીઓ શંકાસ્પદ લક્ષણો
ગ્રામિણ વિસ્તારની નાનામાં નાની કલીનિકમાં દિવસના 100 ઉપરાંત દર્દીઓની ઓપીડી આવી રહી છે. જેમાં મોટાભાગના દર્દીઓને શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાઇ આવે છે. જો તમામના ટેસ્ટ કરવામાં આવે તો કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા હજારોમાં આવી શકે છે.
ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં જરૂરીયાત મુજબ એન્ટીજન કીટ ફાળવવામાં આવે છે. દર્દીઓની સંખ્યા વધી રહી હોવાથી કીટ ઓછી પડી રહી છે. ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.: દિપક અનાવાડીયા (તાલુકા બ્લોક હેલ્થ અધિકારી, પાલનપુર)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો