તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્જેક્શનનો વેપાર:પાલનપુરમાંથી વધુ એક શખ્સ રેમડેસિવિર ઇન્જેક્શનનો કાળો કાળોબાર કરતો ઝડપાયો

પાલનપુર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાલનપુર માનસરોવર નજીકથી સદામહુસેન રહુમાં નામના શખ્સને એસ.ઓ.જી પોલીસે પકડી પાડ્યો
 • ગઇકાલે ડીસામા ભોયણ નજીકથી આઠ શખ્સોને એલ.સી.બી પોલીસે ઝડપી પાડ્યા હતા

બનાસકાંઠા માંથી આજે એસઓજીની ટીમે વધુ એક યુવકને રેમડેસિવિર ઇન્જેક્શન નુ કાળા બજાર કરતા ઝડપી પાડયો છે ગઈકાલે ઇન્જેક્શનની ખરીદી વેચાણ કરતા આઠ શખ્સો ને ઝડપાયા બાદ આજે વધુ એક યુવકને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો વધારો થઇ રહ્યો છે. જેમાં મોટાભાગના લોકો પાલનપુર સિવિલ સહિત અનેક ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. કોરોના સંક્રમિત દર્દીઓ માટે રામબાણ ગણાતા રેમડેસિવિર ઇન્જેક્શનની અછત વર્તાઇ રહી છે. જ્યારે આ અછતનો ફાયદો ઉઠાવી કેટલાક શખ્સો કાળા બજારી કરી મજબૂરીનો ફાયદો ઉઠાવે છે. ગઇકાલે ડીસાના ભોયણ નજીકથી ઇન્જેક્શનની કાળા બજારી ઝડપાયા બાદ આજે ફરી ઇન્જેક્શનની કાળા બજારી કરતો એક શખ્સ પાલનપુરમાંથી ઝડપાયો છે.

રેમડેસિવિર ઇન્જેક્શનની અછતના પગલે દર્દીઓના સગા ઇન્જેક્શન માટે રજળપાટ કરતા હોય છે તેનો આર્થિક ફાયદો ઉઠાવતા સદામ હુસેન નામના શખ્સને એસ.ઓ.જી દ્વારા પાલનપુર શહેરના પૂર્વ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથા ઝડપી લેવાયો છે.

બનાસકાંઠા જિલ્લા ઇન્જેક્શનની કાળા બજારી કરતાં કુલ નવ શખ્સોને એલસીબીની ટીમે બે દિવસમાં જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે અને આ ઇન્જેક્શન કૌભાંડમાં હજુ કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.

આઠ શખ્સો ગઇકાલે ઝડપાયા
ગઇકાલે ડીસા-પાલનપુર હાઇવે પરના ભોયણ નજીકથી એલસીબી પોલીસે રેમડેસિવિર ઇન્જેક્શન વેચવા આવેલા આઠ શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. જેમાં બે ઇન્જેક્શન, બે ગાડી અને રોકડ રકમ સહિત કુલ 6.22 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો