પાલનપુર કોરોના LIVE:બનાસકાંઠા જિલ્લામાં આજે 53 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, પાલનપુરમાં 23 અને દાંતામાં 09 કોરોના પોઝિટિવ કેસ

પાલનપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આજે 10 લોકોને ડિસ્ચાર્જ કરાયા, જિલ્લામાં ટોટલ એક્ટિવ કેસનો આંક 136
  • જિલ્લામાં આજે 3148 RTPCR અને 1135 એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા

બનાસકાંઠા જિલ્લામાં બીજી લહેર બાદ ફરી કોરોના પોઝિટિવ કેસ સામે આવવા લાગ્યા છે. જેમાં આજે બુધવારે જિલ્લામાં 53 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. જેમાં જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે જિલ્લામાં ટોટલ એક્ટિવ કેસનો આંક 136 પર પહોંચ્યો છે

બનાસકાંઠા જિલ્લામાં ફરી કોરોના પોઝિટિવ કેસો સામે આવવા લાગ્યા છે. જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે જેમાં જિલ્લામાં આજે બુધવારે 53 કોરોના પોઝિટિવ કેસ નોંધાતાં તંત્ર હરકતમાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે 3148 RTPCR અને 1135 એન્ટીજન એમ ટોટલ 4283 જેવા ટેસ્ટ કરતા 53 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

જો તાલુકા પ્રમાણે જોવા જઈએ તો દાંતા તાલુકામાં 09, દાંતીવાડામાં 02, ડીસામાં 06, ધાનેરામાં 02, કાંકરેજમાં 02, દિયોદરમાં 02, વડગામમાં 02, પાલનપુરમાં 23, લાખણીમાં 03, થરાદમાં 01 અને વાવ તાલુકામાં 01 સહિત જિલ્લાના 11 તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે 10 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેથી જિલ્લામાં એક્ટિવ કોરોના પોઝિટિવ કેસ 136 થયા છે.

અન્ય સમાચારો પણ છે...