વતન વાપસી:યુક્રેનથી બનાસકાંઠાના વધુ 18 વિદ્યાર્થી પરત આવ્યા

પાલનપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલનપુરના ખોડલાનો યુવાન  પરત આવતાં પરિવારમાં આનંદ - Divya Bhaskar
પાલનપુરના ખોડલાનો યુવાન પરત આવતાં પરિવારમાં આનંદ
  • યુધ્ધની સ્થિતિમાં બાળકો પરત આવતાં પરિવારજનોમાં આનંદ છવાયો

યુક્રેન અને રશિયા વચ્ચે યુધ્ધની સ્થિતિમાં બનાસકાંઠાના ફસાયેલા છાત્રો વતનમાં આવી રહ્યા છે. જ્યાં શુક્રવારે વધુ 18 છાત્રો પરત ફર્યા હતા. વડગામ તાલુકાના અંધારીયા ગામના યુવરાજસિંહ પ્રહલાદસિંહ ડાભી MBBSના અભ્યાસ અર્થે યુક્રેનના ઓડિસા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતા. જોકે,યુધ્ધની સ્થિતિમાં ત્યાં ફસાઇ ગયા હતા.

બનાસકાંઠા જિલ્લાના નાનકડા અંધારિયા ગામ નો છાત્ર હેમ ખેમ પરત આવતા પરિવારમાં આનંદ છવાયો હતો.
બનાસકાંઠા જિલ્લાના નાનકડા અંધારિયા ગામ નો છાત્ર હેમ ખેમ પરત આવતા પરિવારમાં આનંદ છવાયો હતો.

આ અંગે પરિવારના ભોપાલસિંહ ડાભીએ જણાવ્યું કે, પરિવારના સભ્ય ત્યાં ફસાયો હોઇ ભારે ચિંતા થતી હતી. જોકે, સરકાર દ્વારા રોમાનિયાથી દિલ્હી અને ત્યાંથી પાલનપુર પરત આવ્યા છે. ઢેલાણા ગામનો મયંકકુમાર કેશરભાઈ ચૌધરી મયંક ચૌધરીએ જણાવ્યું હતું કે, ઓડિશામાં પાંચમાં વર્ષમાં અભ્યાસ કરું છું. 27 ફેબ્રુઆરીએ રોમાનિયા જવા નીકળ્યા હતા. ત્યાં પહોંચતા 24 કલાકનો સમય લાગ્યો હતો.

અમારી પાસે ત્રિરંગો હોવાથી કોઇએ રોક્યા નહી
પાલનપુરના ખોડલા ગામનો હરેશભાઈ ભરતભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે 26 ફેબ્રુઆરીએ ઓડીસાથી પ્રાઇવેટ બસ કરી 50 વિદ્યાર્થીઓ સાથે રોમાનિયન બોર્ડર પહોંચ્યા હતા.જોકે અમારી પાસે ભારતનો રાષ્ટ્રધ્વજ હોઈ કોઈએ રોક્યા ન હતા.

અન્ય સમાચારો પણ છે...