તાલીમ કેમ્પ:બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે NCCના કેડેટ્સનો વાર્ષિક ટ્રેનિંગ કેમ્પ યોજાયો

પાલનપુર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તેજસ્વી કેડેટ્સને મેડલથી સન્માનિત કરવામા આવ્યા

ગુજરાત બટાલિયન-35 એન.સી.સી.ના વિધાર્થીઓ દ્વારા તાજેતરમાં તારીખ 27 સપ્ટેમ્બરથી 03 ઓક્ટોબર-2021 સુધી સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, દાંતીવાડા ખાતે એન.સી.સી. કેડેટ્સ માટે વાર્ષિક ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કેમ્પના કેમ્પ કમાન્ડન્ટ કર્નલ રાજેશ નવારખેલે અને નાયબ કેમ્પ કમાન્ડન્ટ કર્નલ એસ. સુભીરકુમારના અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કેમ્પમાં જુદી-જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. જેમાં ફાયરિંગ, પી.ટી પરેડ, ડ્રિલ, લેક્ચર, રમત ગમત, આર.ડી.સી. પરેડ પ્રેક્ટિસ, તેમજ 02 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે મુખ્ય અતિથિ તરીકે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ ર્ડા.આર.એમ. ચૌહાણ ઉપસ્થિત રહ્યાં હતાં. જે દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તેજસ્વી કેડેટ્સોને મેડલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...