રોષ:પાલનપુર જનતાનગરમાં માર્ગો પર ગટરનું પાણી ફરી વળતાં રોષ

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલનપુરના જનતાનગર વિસ્તારમાં ગટરનું દૂષિત પાણી જાહેર માર્ગો પર ફરી વળતા સ્થાનિક લોકો રોષે ભરાયા હતા જ્યાં અવરજવર કરવામાં હાલાકી પડી રહી છે પાલિકા વિસ્તારમાં છેલ્લા દોઢ માસ થી ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહયું છે શહેરમાં કોઈ જગ્યાએ જાવ ત્યાં ખાડા જોવા મળી રહ્યા છે.

જ્યાં જનતાનગર થી નાની બજાર તરફ જવાના માર્ગ પર ગટરનું દુષિત પાણીં જાહેર માર્ગો પર ફરી વળતા સ્થાનિકો રોષે ભરાયા હતા જ્યાં સ્થાનિકોને અવરજવર કરવામાં ભારે હાલાકીઓ ભોગવી રહ્યા છે.જ્યાં સ્થાનિકોએ જણાવ્યું કે અમારે સમસ્યા તો ઘણી જ છે પરંતુ કોઈ ધ્યાન લેતું નથી.

અન્ય સમાચારો પણ છે...