રજૂઆત:કાણોદરની સગીરાના અપહરણને 12 દિવસ છતાં ભાળ ન મળતાં રોષ

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનો,પરિવારજનો દ્વારા એસપીને રજૂઆત

પાલનપુર તાલુકાના કાણોદર ગામેથી એક સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. જે ઘટનાને 12 દિવસ વિતવા છતાં હજુ સુધી કોઇ ભાળ ન મળતાં પરિવારમાં રોષની લાગણી છવાઈ છે.આ અંગે પરિવારજનોએ ગ્રામજનોની સાથે સોમવારે એસપી કચેરી રજૂઆત કરાઇ હતી. પાલનપુર તાલુકાના કાણોદર ગામે 2 ડિસેમ્બરના આંબાવાડી વિસ્તારમાં રહેતા કિશનભાઈ વણઝારાએ ગામની જ એક સગીરાનું લગ્ન કરવાના ઈરાદે અપહરણ કર્યું હતું. આ અંગે તેણીના પરિવારજનોએ કિશનભાઈ તેમજ મદદગારી કરનારા મેહુલભાઈ ઠાકોર, સુરેખાબેન, સૈફૂદ્દીન સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેને 12 દિવસ થયા તો પણ હજુ સુધી કોઇ ભાળ ન મળતા સોમવારે ગ્રામજનો, પરિવારજનો અને આગેવાનો દ્વારા પાલનપુર એસપી કચેરી રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...