પાલનપુર નગરપાલિકા ઢાળવાસ નજીક શુક્રવારે ગટર ઉભરાતા નદી વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા જેને લઈ ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોમાં રોષ ભભૂક્યો હતો. પાલનપુર નગરપાલિકા ભાજપ શાસિત છે જ્યાં પાલિકા વિસ્તારમાં રહેતા લોકો અવારનવાર પ્રાથમિક જરૂરિયાત માટે રોજ રજુઆત કરતા હોય છે તેમ છતાં પાલિકાના સત્તાધીશોનું પેટનું પાણી પણ હલતું નથી જેને લઈ શહેરની નાની સમસ્યાનું નિવારણ ન થતાં તે સમસ્યા મોટી બનતા ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે.
જ્યાં વોર્ડ નંબર 3ના કમાલપુરા તરફ જવાના માર્ગ પર શુક્રવારે સવારે ગટરનું પાણી ઉભરાતા તેની દુર્ગદથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા તેમજ ત્યાંથી પસાર થતા રાહદારીઓ રોષે ભરાયા હતા. આ બાબતે ગટર ઊભરાય ત્યાંની દુકાનદારો તેમજ સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં અવાર નવાર ગટર ઉભરાય છે પાલિકામાં રજુઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી હાલમાં એકબાજુ રમઝાન મહિનો છે તેમજ હિંદુ સમાજમાં લગ્ન હોવાથી અહીંયા બધા ખરીદી કરવા આવે છે તે જ માર્ગ પર ગટર ઉભરાય છે તો તાત્કાલિક આ ગટરનું કામ રિપેર કરવામાં આવે તેવી માંગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.