રજૂઆત:આંગણવાડી કાર્યકરોની ફેર બદલીનો પરિપત્ર રદ કરાતાં બનાસકાંઠાની 1000 કાર્યકરને અપડાઉન કરવાની નોબત

પાલનપુર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકાર દ્વારા પુન: પરિપત્ર જાહેર કરી આવા કાર્યકરોને ન્યાય અપાવવા માટે રજૂઆત કરાઈ

સરકાર દ્વારા આંગણવાડીમાં કાર્યકર ગામમાં જ ફરજ બજાવે તે માટે બદલી કરવા સહિતનો પરિપત્ર વર્ષ 2012માં પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો. જોકે, તેમાં કેટલીક તૃટીઓ સામે આવતાં આ પરિપત્ર રદ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે વર્તમાન સમયે આવા નાના કર્મચારીઓને અપડાઉન કરવું પડતુ હોઇ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા પુન: પરિપત્ર જાહેર કરી આવા કાર્યકરોને ન્યાય અપાવવા રજૂઆત કરવામાં આવી છે.

આંગણવાડી કાર્યકર બહેન નયનાબેન પરમારે જણાવ્યું કે, આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવતી બહેનોની ફેરબદલી કરવાનો રાજ્ય સરકાર દ્વારા 3 જાન્યુઆરીના રોજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના નાયબ સચિવ રાજેશ રાજગુરૂની સહિથી પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો. જોકે, તેમાં તૃટીઓ સામે આવતાં સરકારે આ પરિપત્ર રદ કર્યો છે. જેના કારણે જે તે સમયે પોતાના પિયરમાં ફરજ બજાવતાં હોય અને લગ્ન કર્યા પછી પોતાની સાસરીમાં આવેલી આંગણવાડીમાં ખાલી જગ્યા પડી હોવા છતાં અપડાઉન કરવું પડી રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા આ પરિપત્રનો પુન: અમલ કરવામાં આવે તેવી અમારી માંગણી છે.

1000 આંગણવાડી કાર્યકરો અપડાઉન કરે છે
બનાસકાંઠા જિલ્લામાં 3300 આંગણવાડી કેન્દ્રો આવેલા છે. જ્યાં ફરજ બજાવતાં કર્મચારીઓ પૈકી 1000 કાર્યકરોને પોતાના ગામથી અન્ય ગામમાં ફરજ બજાવવા માટે જવું પડે છે. નજીવા વેતન સાથે તેમનો સમય બગડે છે. કેટલીક કાર્યકર બહેનો ગેરહાજર રહેતી હોવાથી કામ ઉપર અસર થાય છે. ત્યારે શિક્ષકોની જેમ આંગણવાડી કાર્યકરોની બદલીનો બદલી કેમ્પ રાખવા રાજ્ય સરકારને રજૂઆત કરી છે.(પ્રમુખ, આંગણવાડી મહાસભા, ગુજરાત રાજય)

અન્ય સમાચારો પણ છે...