અનેક તર્કવિતર્ક:છાપી હાઇવે પર એક માસથી પડી રહેલું બિનવારસી બાઇક

છાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

છાપી હાઇવે ઉપર છેલ્લાં એક માસથી એક બિનવારસી બાઇકને લઈ અનેક તર્કવિતર્ક ઉભા થયા છે. દરમિયાન બિનવારસી બાઇક બાબતે સ્થાનિક વેપારીઓ દ્વારા પોલીસને જાણ કરવા છતાં કોઈજ કાર્યવાહી હાથ ધરવામાં ન આવી હોવાનું જાણવા મળે છે.

છાપી હાઇવે ઉપર આવેલ પટેલ હોટલ નજીક છેલ્લાં એક માસથી એક હીરો કંપનીનું નંબર પ્લેટ વગરનું મોટરસાઇકલ બિનવારસી હાલત પડ્યું હોવાનું જાણવા મળે છે. જોકે આ બિનવારસી બાઇકને લઈ સ્થાનિક વેપારીઓ દ્વારા છાપી પોલીસને જાણ કરવા છતાં બિનવારસી બાઇક બાબતે પોલીસ દ્વારા કોઈજ કાર્યવાહી હાથ ન ધરાતા અનેક તર્કવિતર્ક ઉભા થયા છે. જ્યારે બિનવારસી બાઇક ચોરીનું છે કે પછી કોઈ ગુનાહિત પ્રવુતિમાં ઉપયોગ કરી અસામાજિક તત્વો છાપી હાઇવે ઉપર મૂકી ફરાર થઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...