આંતર કોલેજ ચેસ સ્પર્ધા:ડીસા ખાતે આંતર કોલેજ ચેસ સ્પર્ધાનું આયોજન કરાયું, ગુજરાતની 35 કોલેજના 91 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

પાલનપુર12 દિવસ પહેલા
  • હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના શારીરિક શિક્ષણના ડિપાર્ટમેન્ટ ઓફ હેડે કર્યુ સ્પર્ધાનું આયોજન
  • 25 અને 26 નવેમ્બર દરમિયાન યોજાનારી આ સ્પર્ધામાં ગુજરાતભરમાંથી વિદ્યાર્થીઓ ભાગ લેશે

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે બે દિવસીય ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. 25 અને 26 નવેમ્બર દરમિયાન યોજાનારી આ સ્પર્ધામાં અલગ અલગ જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓએ પોતાના મગજને કસીને સ્પર્ધા જીતવા માટે કમર કસી હતી.

ડીસામાં આજથી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત બે દિવસીય ચેસ સ્પર્ધાનો પ્રારંભ થયો હતો. આ સ્પર્ધામાં ગુજરાતભરમાંથી અલગ અલગ જિલ્લાની 35 કોલેજના 56 વિદ્યાર્થીઓ અને 35 વિદ્યાર્થિનીઓ મળીને કુલ 91 વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. વિદ્યાર્થીઓએ પોતાના મગજને કસીને ચેસ સ્પર્ધા જીતવા માટે કમર કસી છે. દર વર્ષે યોજાતી આ સ્પર્ધાનું આયોજન આ વખતે ડીસા ખાતે કરવામાં આવ્યું હતું. આજે ગુરૂવારથી શરૂ થયેલી આ બે દિવાસીય ચેસ સ્પર્ધાનું ઉદ્ઘાટન હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના શારીરિક શિક્ષણના ડિપાર્ટમેન્ટ ઓફ હેડ ચિરાગ પટેલે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...