તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • An Elderly Patient On A Bypap In Palanpur Said, 'Delete This Will Help Others', The Doctor Said He Will Live For 10 Minutes But The Old Man In Benap Did Not Give Up.

હિંમત પર આફરીન:પાલનપુરમાં બાયપેપ પર રહેલા વૃદ્ધ દર્દીએ કહ્યું, ‘આ કાઢી નાંખો બીજાને કામ આવશે’, તબીબે કહ્યું 10 મિનિટ જીવશે પણ બેણપના વૃદ્ધે હાર ન માની

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુર સિવિલમાં 20 દિવસથી દાખલ દર્દી કોમામાં સરી પડ્યા હતા

સુઇગામ તાલુકાના બેણપ 60 વર્ષના ભુરાજી નારણજી બારડ દૂધ ડેરીના ચેરમેન છે. પાલનપુર સિવિલ ખાતે 20 એપ્રિલના રોજ શ્વાસ લેવામા તકલીફ અને ઓક્સિજન લેવલ ડાઉન થતા ભાભરથી ટ્રાન્સફર કર્યા હતા. ધીરે ધીરે તબિયતમા સુધારો થવા લાગ્યો હતો. 5મેએ ઓક્સિજને પણ રહયા હતા.

તબિયત બિલકુલ સુધારા પર હતી અને બે દિવસમા રજા મળવાની હતી પણ તા.6 મેના રોજ સવારના સાત વાગ્યે અચાનક કોમામાં જતા રહયા અને તબીબોએ હાથ અધ્ધર કરી ભુરાજી 10 મિનિટ છે પછી તમારા ભાગ્ય કહી જતા રહ્યા હતા. બીજા દિવસે સાજા થયા બાદ બાયપેપની જરૂર નથી આ બીજાને કામે લાગશે એમ કહી કાઢી નાખ્યું હતું. ટ્રોમાં વોર્ડનો નર્સિંગ સ્ટાફ પણ 60 વર્ષીય દાદાની હિંમત જોઈ આફરીન પોકારી ઉઠ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...