મોતને હાથ તાળી:અનાજની બોરીઓ ભરેલી ટ્રક પલટતાં નીચે કાર દબાઈ, ક્રેનની મદદથી કારચાલકને જીવતો બહાર કઢાયો, પાલનપુર-આબુ નેશનલ હાઈવેની ઘટના

પાલનપુર10 દિવસ પહેલા
ચાલકનો આબાદ બચાવ થયો.
  • અનાજની બોરીઓ ભરેલી ટ્રકની નીચે કાર સહિત ચાલક દબાઈ ગયો
  • પોલીસે તાત્કાલિક ક્રેનની મદદથી ચાલકને જીવતો બહાર કાઢ્યો

બનાસકાંઠના પાલનપુર-આબુ રોડ નેશનલ હાઈવે પર આજે મંગળવારે વહેલી સવારે ટ્રક પલટી ખાતાં અકસ્માત સર્જાયો હતો. અનાજની બોરીઓ ભરેલી ટ્રકની નીચે કાર સહિત ચાલક દબાઈ જતાં પાલનપુર પોલીસે તાત્કાલિક ક્રેનની મદદથી ચાલકને જીવતો બહાર કાઢ્યો હતો.

અકસ્માતમાં કારનો ભુક્કો બોલી ગયો.
અકસ્માતમાં કારનો ભુક્કો બોલી ગયો.

ટ્રકની નીચે કાર દબાઇ
પાલનપુર-આબુ રોડ નેશનલ હાઈવે પર આજે વહેલી સવારે અનાજની બોરીઓ ભરેલી ટ્રક પલટી ખાતાં અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં ટ્રકની બાજુમાંથી પસાર થઈ રહેલી કાર પણ અનાજની બોરીઓ ભરેલી ટ્રકની નીચે દબાઇ ગઇ હતી. અકસ્માતની જાણ થતાં આજુબાજુના લોકોએ પણ દોડી આવ્યા હતા.

ટ્રક નીચે કાર ચગદાઈ ગઈ.
ટ્રક નીચે કાર ચગદાઈ ગઈ.

કારચાલકને મહામુસીબતે જીવતો બહાર કઢાયો
પાલનપુર તાલુકા પોલીસને જાણ કરતાં પાલનપુર તાલુકા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને ક્રેનની મદદથી અનાજની બોરીઓ નીચે દબાઇ ગયેલા કારચાલકને મહામુસીબતે જીવતો બહાર કાઢ્યો હતો. ઇજાગ્રસ્ત કારચાલકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઉલ્લેખનીય છે કે પાલનપુર તાલુકા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તાબડતોબ રાહત કામગીરી કરતાં યુવકનો જીવ બચ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...