સરાહના:ચંડીસરના જૈન દાતા દ્વારા ગામની મહિલાઓને હુન્નર શીખવીને પગભર કરવાનો પ્રયાસ

ગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચંડીસર ગામના રમેશચંદ્ર હીરાલાલ શાહ ગામના ગરીબ પરિવારોને અવિરત મદદ કરીને લોકોનો પ્રેમ મેળવી રહ્યા છે. - Divya Bhaskar
ચંડીસર ગામના રમેશચંદ્ર હીરાલાલ શાહ ગામના ગરીબ પરિવારોને અવિરત મદદ કરીને લોકોનો પ્રેમ મેળવી રહ્યા છે.
  • ગામના ગરીબ પરિવારોને આરોગ્ય, ટિફિન તેમજ અનાજની કીટ અપાય છે

પાલનપુર તાલુકાનાં ચંડીસર ગામના રમેશચંદ્ર હીરાલાલ શાહ જન્મભૂમિ ચંડીસર અને કર્મભૂમિ મુંબઈ કે જેઓ ગરીબ પરિવારોને અવિરત મદદ કરીને લોકોનો પ્રેમ મેળવી રહ્યા છે. જેઓ અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલના ટ્રસ્ટી પણ છે. માત્ર ગરીબ પરિવારોને આરોગ્ય, શિક્ષણ, મેડિસિન, વિધવાઓને સહાય સહિતની સેવાકીય કાર્યો કરી રહ્યા છે.ચંડીસર ગામના રમેશચંદ્ર હીરાલાલ શાહ ઈચ્છા બિંદુ સેવા કેન્દ્ર અને પદ્માવતી ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી ગામનાં ગરીબ પરિવારોને મદદ કરી રહ્યા છે. સંસ્થાનો હેતુ "કોને કેવી રીતે બીજાને ઉપયોગમાં આવવું" એ મંત્ર સાથે સંસ્થા કામ કરી રહી છે. રમેશચંદ્ર શાહે જણાવ્યું હતું કે ‘ગામમાં છેલ્લા બે વર્ષથી ગરીબ, અપંગ અને અનાથ એવા પચીસ લોકોને બે ટાઈમ ટિફિન સેવા, ગામની 160 વિધવા બહેનોને દર વર્ષે 500 રૂપિયાની અનાજની કીટ, 600 રૂપિયાની ઘરગથ્થું વસ્તુઓ, કોઈ પણ ગરીબ વ્યક્તિ બીમાર હોય તો તેનું પ્રિસ્કીપશીન લઈને આવે તો તેને ફ્રી મેડિસિન આપવામાં આવે છે. હાલમાં જ આંખોનો કેમ્પ કરાયો હતો. જેમાં ગામના 500 લોકોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં ચાલીસ જેટલા લોકોને મોતિયાનું ઓપરેશન પણ ફ્રી માં કરવામાં આવશે.’

વર્ષે એકાદ બે વાર આવતાં રમેશચંદ્ર શાહ કે જેઓનું ગામના પંદર વોલેન્ટીયર પુરી કામગીરી સાંભળે છે. હાલ ગરીબ 50 મહિલાઓને શિવણ કામ માટેની સંસ્થા ફ્રી માં શીખવાડી રહી છે. આગામી સમયમાં મહિલાઓ માટે ખાખરા, પાપડ જેવો ગૃહ ઉદ્યોગ શરૂ કરીને મહિલાઓને પગભર બનાવવાની તેમની ઈચ્છા છે. તેમના સેવાકીય કાર્યોમાં તેમના પુત્ર કુમારભાઈ પણ ખડેપગે ઉભા રહે છે. આ જ પ્રકારે તેઓ મુંબઈમાં પણ સેવા કાર્યો કરીને ગરીબ દિન દુખિયાની સેવા કરી માનવતાનું ઉદાહરણ બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...