જાગૃતિ કાર્યક્રમ:અમીરગઢ વિનયન કોલેજે કાકવાડા ગામ ખાતે "શ્રેષ્ઠ ભારત કે પાંચ પ્રકલ્પ" કાર્યક્રમનું આયોજન કર્યુ

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નશાબંધી તેમજ કુરિવાજ, દહેજ પ્રથા તેમજ ભૃણ હત્યા નિવારણનો કાર્યક્રમ યોજાયો

અમીરગઢ વિનિયન કોલેજ દ્વારા કાકવાડા ગામે પંચ પ્રકલ્પ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી મહિલા બાળ વિકાસ કચેરી બનાસકાંઠા અને જિલ્લા વ્યસન મુક્તિ કેન્દ્રના સહયોગથી નશાબંધી તેમજ કુરિવાજ નિવારણ, દહેજપ્રથા તેમજ ભ્રૃણહત્યા નિવારણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

સમગ્ર દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે, ત્યારે અમૃત મહોત્સવ પર યુવા સંકલ્પના "શ્રેષ્ઠ ભારત કે પાંચ પ્રકલ્પ" અંતર્ગત કાકવાડા ગામે નશાબંધી તેમજ કુરિવાજ નિવારણ દહેજ પ્રથા તેમજ ભૃણ હત્યા નિવારણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી મહિલા અને બાળ વિકાસ કચેરી બનાસકાંઠા તથા જિલ્લા વ્યસનમુક્તિ કેન્દ્રના સહયોગથી કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ પ્રકલ્પના નોડલ આસિસ્ટન્ટ મુકેશ કુમાર તથા સમગ્ર સ્ટાફ ગણે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્ય ડૉ. નયન સોનારાના માર્ગદર્શન હેઠળ N.S.S. પ્રોગ્રામ ઓફિસર ડૉ. મંજુલાબેન વી. પરમારે કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...