તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:અમીરગઢ તાલુકાના સરકાર માન્ય વ્યાજબી ભાવના સંચાલકોએ મામલતદારને આવેદન પત્ર આપ્યું

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંચાલકોએ મામલતદારને આવેદન પત્ર આપી ત્રણ માંગણી કરી
  • 40થી વધુ સંચાલકો દ્વારા ત્રણ માંગોને લઇ આવેદનપત્ર પાઠવ્યું

અમીરગઢ તાલુકામાં 40થી વધુ સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન આવેલી છે. સંચાલકો દ્વારા મામલતદારને આવેદન આપતા જણાવ્યું છે કે હાલ સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આપને નમ્ર વિનંતી કે સંચાલકો ૩ માંગ આપની સમક્ષ રજૂ કરી રહ્યાં છીએ. તેને પુરી પાડવા વિનંતી છે.

સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનના સંચાલકો સરકારની સાથે

અમીરગઢ તાલુકાના સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનના સંચાલકો પણ પોતાના જીવની ચિંતા કરી અમીરગઢ મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું છે. અમીરગઢ તાલુકામાં 40થી વધુ સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન આવેલી છે. સંચાલકો દ્વારા મામલતદારને આવેદન આપતા જણાવ્યું છે કે હાલ સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. અને કોરોનાની બીજી લહેર અત્યંત ભયાનક સાબિત થઈ છે. સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનના સંચાલકો સરકારની સાથે છે. કોરોનાની પહેલી લહેરમાં પણ સરકારના દરેક નિર્ણયને આવકાર્યો હતો.

ઓફ લાઈન વિતરણની સંપૂર્ણ મંજુરી આપવામાં આવે

અને આ બીજી લહેરમાં પણ કોરોના વોરિયર તરીકે સરકારના દરેક નિર્ણયને સારી રીતે નિભાવિ રહ્યાં છે. હાલ સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ જડપી વધી રહ્યું છે. જેના કારણે દેશની હાલત ગંભીર બની છે. તેને ધ્યાને રાખીને અમે અમીરગઢ તાલુકાના સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનના સંચાલકોની આપને નમ્ર વિનંતી કે સંચાલકો ૩ માંગ આપની સમક્ષ રજૂ કરી રહ્યાં છીએ. તેને પુરી પાડવા વિનંતી છે. એક ઓફ લાઈન વિતરણની સંપૂર્ણ મંજુરી બે તમામ દુકાનદારોને પીપી કિટ, સેનેટાઇઝર મશીન, ઓક્સીમીટર ત્રણ કોઈ પણ દુકાનદાર કોરોના પોઝિટિવ આવે તો પ્રાથમિકથી લઇને ઓક્સિજન, આઇ. સી.યુ. વેન્ટિલેટર જેવી તમામ પ્રકારની સુવિધા પુરી પાડવા આવે. સંચાલકો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી વિનીંતી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...