કાર્યવાહી:અમીરગઢ પોલીસે ઢોલીયા પાટીયા નજીકથી દારૂ ભરેલી કાર ઝડપી, 1.22 લાખનો મુદ્દામાલ કબ્જે

પાલનપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દારૂ ભરેલી કાર સાથે પોલીસે રાજસ્થાનના બુટલેગરને ઝડપી પાડ્યો

અમીરગઢ પોલીસે ઢોલીયા પાટિયા નજીકથી એક દારૂ ભરેલી ગાડીને ઝડપી પાડી છે. પોલીસે કુલ રૂ. 1.22 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમીરગઢ પોલીસ સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ઢોલીયા ગામના પાટીયા નજીકથી એક ફોર્ડ કંપનીની આઇકોન સીલ્વર કલરની કાર ગાડી (નં. GJ-01-HF-6656)માં સીટના પાછળના ભાગે ચોર ખાનું બનાવી તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપ્યો હતો.

ઝડપાયેલા દારૂમાં 17 હજાર 916ની કિંમતની નાની મોટી 171 બોટલ અને હેરાફેરી કરતી ગાડી મળી કુલ રૂપિયા 1 લાખ 22 હજાર 916ના મુદ્દામાલ સાથે મધુરકરસિંહ (રહે.નાલકા દરવાજા દેસુરી તા.દેસુરી જિ.પાલી, રાજસ્થાન)વાળાને ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...