બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ પોલીસે એક દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી છે. અમીરગઢ પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યુ હતું. દરમિયાન ઈકબાલગઢ બ્રિજ ચડતા પોલીસને જોઈ ગાડીનો ચાલક દારૂ ભરેલી ગાડી સાઇડમાં કરી નાસી છૂટ્યો હતો. જેથી પોલીસે દારૂ ભરેલી ગાડી સહિત રૂ. 2.72 લાખનો મુદ્દામાલ કબજે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અમીરગઢ પોલીસને મળેલી બાતમી આધારે ઇકબાલગઢ બ્રિજ ચડતા છેડા પાસે જ પેટ્રોલીંગ દરમિયાન સફેદ કલરની નિસાન વાલીયા gj 01 rk 6859 નંબરની દારૂ ભરેલી ગાડી અમીરગઢ પોલીસે ઝડપી પાડી હતી. જેમાં ગાડીનો ચાલક પોલીસને દૂરથી જોઈ ગાડી રોડની સાઈડમાં મુકી નાસી છૂટ્યો હતો.
જેથી પોલીસે ગાડીમાં ચેક કરતા ગાડી ડ્રાઈવરની સીટની પાછળના ભાગે સીટો નીકાળી ખુલ્લુ બોક્સ બનાવી બોક્સની અંદર નાની-મોટી 396 જેટલી દારૂની બોટલો સંતાડેલી પકડી પાડી હતી. આ 72 હજારની કિંમતના દારૂ અને ગાડી સહિત કુલ રૂ. 2 લાખ 72 હજારનો મુદ્દામાલ કબ્જે કરી અમીરગઢ પોલીસે ગાડી ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.