કાર્યવાહી:અમીરગઢ પોલીસે રૂ. 4.50 લાખના વિદેશી દારૂ સાથે એકને ઝડપી પાડ્યો

પાલનપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે સ્કોડા ગાડીમાંથી દારૂ ઝડપ્યો

અમીરગઢ પાલનપુર હાઇવે પરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની ભરેલી સ્કોડા ગાડી ઝડપાઇ છે. કુલ 4 લાખ 50 હજારનો મુદ્દામાલ પકડી પાડી અમીરગઢ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમીરગઢ પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે એક સ્કોડા ગાડી (MH-04-CM-4487)ને અમીરગઢથી પાલનપુર જવાના રસ્તા પર રોકી ચેક કરતા ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલી ઝડપી પાડી 4 લાખ 50 હજારનો કુલ મુદ્દામાલ કબ્જે લીધો છ. જ્યારે આરોપી રોહિત સુથાર (રહે. શાંતિનગર સી બિલ્ડીંગ જૈન ટેમ્પલ વેસ્ટ મહારાષ્ટ્ર મુંબઈ)વાળાની પકડી પાડી ચાલક વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી ધરી છે.

અન્ય સમાચારો પણ છે...