તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વ આદિવાસી દિવસ:અમીરગઢના આદિવાસીઓએ બિરસા મુંડાને યાદ કરતા તીર કામઠા અને નાચગાન સાથે વિશાળ રેલી યોજી

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આદિવાસી પરંપરા મુજબ નાચગાન સાથે આજે ડીજેના તાલે ઉજવણી કરાઈ

બનાસકાંઠા જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની નિમિત્તે ઠેરઠેર જગ્યા ઉજવણીઓ કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે અમીરગઢ તાલુકાના આદિવાસી સમાજના લોકો દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિરમપુરના કેંગોરાથી મોટી સંખ્યામાં બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આદિવાસી સમાજના લોકો આદિવાસી વેશભૂષા સાથે રેલીમાં જોડાયા હતા.

આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી બનાસકાંઠા જિલ્લામાં ઠેરઠેર જગ્યાએ કરવામાં આવી હતી. ત્યારે બનાસકાંઠાના વિરમપુરના કેંગોરાથી આદિવાસી સમાજની વિશાળ બાઈક રેલી નીકળી હતી. વિરમપૂર, વડલારામપુરા, જંજારવા, ઇકબાલગઢ, ધનપુરા અને અમીરગઢ બાદ ઇકબાલગઢમાં બાઈક રેલીએ સમાપન કર્યું હતું.

બાઈક રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા. યુવાઓ તેમજ સમાજના અગ્રણીઓ આદિવાસી પહેરવેશ અને તીરી કામઠા સાથે ડીજેના તાલે નાચ ગાન સાથે ભવ્ય રેલી યોજી હતી.

અન્ય સમાચારો પણ છે...