તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા કાર્ય:ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધાનેરા અને થરાદ ખાતે એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી

પાલનપુર2 મહિનો પહેલા
  • દર્દીને સંજીવની રથ દ્વારા તાત્કાલિક હોસ્પિટલ પહોચાડવામાં આવશે

બનાસકાંઠા જિલ્લામાં કોરોના કહેર હજુ પણ જારી છે. ત્યારે કોરોનાના સંક્રમણને ધ્યાને લઇ જિલ્લામાં અનેક શહેરો અને ગામોમાં સ્વયંભૂ બંધ પાળવામાં આવી રહ્યો છે. કોરોનાના કપરા સમયમાં એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત કિશોરભાઈ શાહના સહકારથી એમ્બ્યુલન્સ ધાનેરા વાસીઓને આપવામાં આવી છે.

ધાનેરા પંથકમાં વિવિધ સેવાકીય કાર્યો કરતી સંસ્થા એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સંજીવની રથ એમ્બ્યુલન્સ કિશોરભાઈ શાહના સહકારથી કોરોના કપરા સમયમાં ધાનેરા વિસ્તારમાં એમ્બ્યુલન્સની સહાય આપવામાં આવી છે. જેનું આજે હિંમતલાલ અમુલખભાઇ શાહ દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

હાલ કોરોનાના કપરા કાળમાં ગરીબ અને નિસહાય બીમાર દર્દીઓને દવાખાનામાં તાત્કાલિક પહોંચાડવામાં મદદરૂપ થશે. એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ પારસભાઈ સોનીએ જણાવ્યું હતું કે ગામડાનો ગરીબ વર્ગ જે પૈસાના અભાવે અને એમ્બ્યુલન્સના અભાવે તાત્કાલિક સારવાર લઈ શકતો નથી. અને ટુંકી માંદગી બાદ એમનું સ્વજન મૃત્યુ પામે છે. એમને સંજીવની રથ દ્વારા તાત્કાલિક હોસ્પિટલ પહોચાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...