તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:અંબાજી મંદિર 12 મીથી ખુલશે, દર્શનાર્થીઓને ગર્ભગૃહ સામે ઉભા રહેવા નહીં દેવાશે નહીં

પાલનપુર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 11મી સુધી બંધ રાખવાનું જાહેરનામું હતું જે ઉઠાવી લેવાશે, 2019-20માં 51 .63 કરોડ વાર્ષિક આવક સામે 2020-21માં ઘટી 27.88 કરોડ થઈ

કોરોના મહામારીના પગલે દાનની 2 કરોડની આવકના નુકસાન બાદ અંબાજી મંદિર ભક્તોના દર્શન માટે 12 મી થી 57 દિવસે ખુલ્લું મુકાશે. માં અંબાના દર્શન કરવા આવનાર દર્શનાર્થીને માઁ અંબાના સિંહની સવારીવાળા ગર્ભગૃહ સામે ઉભા રહેવા નહીં દેવાય પણ ચાલતા ચાલતા જ દર્શનાર્થીએ દર્શન કરી લેવા પડશે. 13 એપ્રિલથી બંધ મંદિર 11મી સુધી બંધ રાખવાનું જાહેરનામું હતું જે હવે ઉઠાવી લેવાશે. એક અઠવાડિયામાં મંદિર ચાલુ થાય તેવી શક્યતા છે. મંદિરની આવક એક વર્ષમાં અડધી ઘટી ગઈ છે.

જગત જનની માં અંબાના ધામમાં દર વર્ષે 50 થી 55 કરોડનું દાન આવે છે. જોકે આ વર્ષે 13 એપ્રિલથી કોરોના મહામારીના સંક્રમણના પગલે મંદિરના દરવાજા ભક્તો માટે બંધ કરી દેવાયા હતા. જેના લીધે અંબાજીમાં આવતા ભક્તોથી જેમના ઘર ચાલતા હતા તેવા પ્રત્યક્ષ કે પરોક્ષ 5 હજાર પરિવારોના આર્થિક ભારણ પર સીધી અસર પહોંચી હતી.

રાજય સરકારે કોરોના ગાઈડલાઈન સાથે મંદિરો ખોલવાની જાહેરાત કરતા જ ધંધા રોજગારથી વંચિત પરિવારોમાં ખુશી વ્યાપી છે. શ્રી આરાસુરથી દેવસ્થાન ટ્રસ્ટના હિસાબીઅધિકારી એસ.સી. પ્રજાપતિએ જણાવ્યું હતું કે " વર્ષ 2019-20માં 51 .63 કરોડ વાર્ષિક આવક સામે 50.40 કરોડ ખર્ચ થયો હતો. જ્યારે વર્ષ 2020-21માં આવક27.88 કરોડ જેટલી લગભગ અડધી જેટલી થઈ છે. જ્યારે ખર્ચ 20.59 કરોડ થયો છે.

સોશિયલ ડિસ્ટન્સ સાથે 12મીથી જ મંદિર શરૂ કરીશું
સ્ટાફ સાથે વાત કરીને બધી તૈયારી કરી લીધી છે.સોશિયલ ડિસ્ટન્સ સાથે 12મીથી જ અંબાજી મંદિર શરૂ કરીશું.ભક્તોને દર્શન માટે અનુકૂળ રહે તે માટે વોકિંગ ટ્રેક બનાવાયો છે. આનંદ પટેલ ,જિલ્લા કલેકટર

શામળાજી મંદિરના દ્વાર આવતીકાલથી ખુલશે
પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી વિષ્ણુ મંદિરના દ્વાર કોરોનાની મહામારીના કારણે છેલ્લા બે માસ ઉપરાંતના સમયથી બંધ કર્યા હતા. પરંતુ સરકારે ધાર્મિક સ્થાન ઉપર મુકેલા નિયંત્રણ હળવા કરતા આવતીકાલથી એટલે કે તારીખ 11 જૂનથી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલી જશે.

અન્ય સમાચારો પણ છે...