તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા કાર્ય:અંબાજી મંદિર દ્વારા અમીરગઢ તાલુકાના વિરમપુર કોવિડ હેલ્થ સેન્ટરમાં 16 ઓક્સિજન બોટલ આપવામાં આવી

પાલનપુર3 મહિનો પહેલા
  • વિરમપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 15 બેડનું કોવિડ હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવ્યું

વિરમપુરમાં કોવિડ હેલ્થ સેન્ટરમાં આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ઓક્સિજનની 16 જબ્બો બોટલ દર્દીઓની સારવાર માટે ભેટમાં આપવામાં આવી છે. કોરોના વાયરસની બીજી લહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓને પોતાના વતનની નજીકમાં જ સારવાર ઉપલબ્ધ કરાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક પ્રયાસો હાથ ધરી અંતરીયાળ વિસ્તારો સુધી આરોગ્ય સુવિધાઓ મળે તેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કલેકટરે દાંતા અને અમીરગઢ તાલુકાની મુલાકાત દરમ્યાન વિરમપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ આ વિસ્તારના આદિજાતિ લોકોને સરળતાથી સારવાર ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્રમાં કોવિડ હેલ્થ સેન્ટર શરૂ કરવા સુચના આપવામાં આવી હતી. જેમાં વિરમપુરમાં કોવિડ હેલ્થ સેન્ટરમાં આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ઓક્સિજનની 16 જબ્બો બોટલ દર્દીઓની સારવાર માટે ભેટમાં આપવામાં આવી છે.

તમામ સુવિધા સાથે મંદિર તરફથી ભોજન આપવામાં આવે છે બનાસકાંઠાના કલેકટર આનંદ પટેલે જણાવ્યું છે કે, અંબાજીની કોટેજ હોસ્પિટલને અંબાજી મંદિર ટ્રસ્ટના સહયોગથી કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે. અંબાજીની હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓને આરોગ્યની તમામ સુવિધા સાથે મંદિર તરફથી ભોજન આપવામાં આવે છે. અમીરગઢ તાલુકાના વિરમપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 15 બેડનું કોવિડ હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ત્યાં પણ અંબાજી મંદિર તરફથી આજે 16 ઓક્સિજનની બોટલ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...