માંગ:પાલનપુરમાં ભૂગર્ભ ગટરનું મોટાભાગનું કામ પૂર્ણ થવા છતાં રસ્તાના ઠેકાણાં નથી

પાલનપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરના જે વિસ્તારમાં ગટરનું કામ પૂર્ણ થયું તે માર્ગ વ્યવસ્થિત કરવા સ્થાનિક રહીશોની માંગ

પાલનપુર શહેરમાં એજન્સી દ્વારા અનેક વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવ્યું હતું.પરંતુ મોટાભાગના વિસ્તારમાં કામ પૂર્ણ કર્યા પછી માર્ગને વ્યવસ્થિત કરવામાં ન આવતા સ્થાનિકો રોષે ભરાયા હતા. પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં થોડા માસ અગાઉ GUDC દ્વારા નગરપાલિકાના વોર્ડમાં ભૂગર્ભ ગટરની કામગીરી હાથ ધરાઈ હતી.

જેમાં મોટાભાગના વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ થયા બાદ તે વિસ્તારમાં હજુ સુધી માર્ગને વ્યવસ્થિત ન કરાતા સ્થાનિકોમાં રોષ ભભુકી ઉઠ્યો હતો. આ બાબતે સ્થાનિકોએ આક્ષેપો કર્યા કે છેલ્લા ઘણા સમયથી ગટરનું કામ ચાલ્યું ત્યારે હેરાન થવું પડ્યું હતું અને હવે ઘણા વિસ્તારોમાં કામ પૂર્ણ થયું છે તેવા માર્ગોને ફરીથી વ્યવસ્થિત કરવા અમારી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...