તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છબરડો:મડાલના વૃદ્ધ 65 દિવસ પહેલા મોતને ભેટ્યા છતાં તેમને વિક્સિનનો બીજો ડોઝ અપાયો

પાલનપુર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચના મોબાઈલ નં પર મેસેજ આવતા છબરડો સામે આવ્યો

65 દિવસ પહેલા મોતને ભેટી ગયેલા મડાલ ગામના વૃદ્ધએ લાખણીની મડાલ પીએચસી પર રસીનો બીજો ડોઝ લીધી હોવાનો SMS સ્થાનિક સરપંચને મળતા પરિવારજનો સહિત ગ્રામજનો આશ્ચર્યમાં મૂકાયા છે. કોરોના મહામારીમાં સંક્રમણ સામે રક્ષણ મેળવવા રસી લોકોને મદદરૂપ બની રહે છે તેવામાં થરાદ અને લાખણી વિસ્તારમાં આરોગ્યની કામગીર પર સવાલ ઉભા કરતી ઘટના મડાલ ગામમાં સામે આવી છે. 63 વર્ષના મડાલ ગામે રહેતા રાયચદ કાલાભાઈ વાલ્મિકીનું 2 મહિના પૂર્વે 3 એપ્રિલના રોજ નિધન થયું હતું.

જેમણે કોરાનાની રસીનો બીજો ડોઝ 9 જૂન21ના રોજ આપાઈ ગયાનો મેસેજ ગામના સરપંચ હેમીબેન શાંતિજી મકવાણાના મોબાઈલ નં પર આવતા આખો મામલો સામે આવ્યો હતો. એપ્રિલમાં ગુજરી ગયેલા ઘરના મોભીની વિદાય બાદ પરિવાર શોકમગ્ન રહ્યો હતો. નિધનના 65 દિવસ બાદ અચાનક સરપંચને અને તે બાદ પરિવારને આ બાબતની જાણ થતાં તંત્રની પોલ છતી થઈ હતી. આ બાબતે લાખણી આરોગ્ય વિભાગનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, "ઓપરેટરથી ભૂલથી એન્ટ્રી થઈ ગઈ હશે.

અન્ય સમાચારો પણ છે...