વિવાદ:પાલનપુરમાં પોલીસે મહિલાને માર માર્યાના આક્ષેપો

પાલનપુર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીમલાગેટ નજીક ટ્રાફિક ખુલ્લું કરાવતી વખતે પોલીસ-લારીના વેપારીઓ સાથે બોલાચાલી થઈ

પાલનપુર સીમલાગેટ નજીક પોલીસ ટ્રાફિક ખુલ્લું કરાવતી વખતે લારીના વેપારીઓ સાથે બોલાચાલી થતા લારીવાળી મહિલાને પોલીસે માર માર્યાના મહિલાના દીકરાએ આક્ષેપ કર્યા હતા જેને સિમલા ચોકી આગળ લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.

ગુરુવારે સાંજે સીમલાગેટ નજીક શાકભાજીની લારીઓ હટાવતી વખતે પોલીસ અને લારીઓના વેપારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી.જે બાદ કોઈ પોલીસ કર્મી મહિલાને મારમાર્યાનો મહિલાના દીકરા અનિલે આક્ષેપ કર્યો હતો જેને લઈ સીમલાગેટ નજીક લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા આ બાબતે પોલીસ સૂત્રો જણાવ્યું હતું કે પોલીસે કોઈ ને માર્યા નથી પોલીસ ટ્રાફિક હટાવવાની કામગીરી કરી હતી જેને લઈ લારીઓના વેપારીઓ અડચણ થતા કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...