તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આક્ષેપ:પાલનપુરના લાલાવાડામાં મનરેગાના નાણાં ચુકવવામાં ભ્રષ્ટાચારના આક્ષેપ

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 30 મહિલાઓ દ્વારા પૂરતાં નાણાં ન ચૂકવી અન્યાય કર્યા મામલે જવાબદાર સામે પગલાં ભરવા કલેકટરને રજૂઆત કરાઈ

પાલનપુર તાલુકાના લાલાવાડા ગામે ચાલતાં મનરેગાના કામમાં નાણાં ચુકવવામાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે 30 મહિલાઓએ ગુરુવારે જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત કરતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે ઘટતી તપાસ કરવાની ખાત્રી આપી હતી.

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં મનરેગાના કામમાં થયેલો ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડા દ્વારા જવાબદારો સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. ત્યારે પાલનપુર તાલુકાના લાલાવાડા ગામે પણ ચાલતાં મનરેગાના કામમાં નાણાં ચુકવવામાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે 30 મહિલાઓએ ગુરુવારે જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત કરતાં ચકચાર મચી જવા પામી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, 30 મહિલાઓએ ચોકડી ગાળવી સહિતના રોજગારનું કામ કર્યું હતું. પરંતુ અમને પૂરતાં નાણાં ન ચૂકવી અન્યાય કરવામાં આવ્યો છે. ગામના ઈસમો જે ઘરે રહે છે એમની હાજરી પુરી મનરેગા લાભાર્થી તરીકે એમનું નામ દર્શાવી ખોટી રીતે રકમ ઉધારી લેવામાં આવી છે. તો જવાબદાર સામે પગલાં ભરી ન્યાય અપાવવા માંગણી છે. આ અંગે ઘટતી તપાસ કરવાની ખાત્રી આપી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો