ઉચ્ચકક્ષાએ રજૂઆત:પાલનપુરમાં લઘુમતી વિસ્તારમાં ચીફ ઓફિસર કામ ન કરતા હોવાના આક્ષેપ

પાલનપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાલનપુરમાં લઘુમતી સમાજના વોર્ડમાં ચીફ ઓફિસર કામ ન કરતાં તેમજ વિકાસના કામો અટકાવવાના વોર્ડના સ્થાનિકોએ આક્ષેપો કર્યા હતા.

વોર્ડ નંબર ત્રણ ચાર અને પાંચમાં લઘુમતી સમાજના લોકો વસવાટ કરતા હોય છે જ્યાં ત્રણેય વોર્ડના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે નગરપાલિકાના ચીફ ઓફિસર અમારા વિસ્તારમાં કોઈ વિકાસનું કામ કરતા નથી તેવા સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા

આ બાબતે બારડપુરા નજીક રહેતા રફિકભાઈ કુરેશીએ જણાવ્યું હતું કે પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણ ચાર અને પાંચમાં લઘુમતી સમાજના વધુ લોકો રહે છે જેથી પાલિકાને લઘુમતી સમાજના લોકોનું કામ કરવામાં કોઇ રસ નથી અમે અવારનવાર પાલિકાને લેખિત રજૂઆત કરવા છતાં ચીફ ઓફિસર આડા કાન કરે છે જેથી અમારા વિસ્તારના પ્રાથમિક જરૂરિયાત જેવી કે રોડ રસ્તા, ગટર,સાફ સફાઈ જેવી રજૂઆત કરવા જઈએ તો પણ સાંભળતા નથી જેથી અમે ત્રણેય વોર્ડના સ્થાનિકોએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.ત્રણેય વોર્ડમાં લઘુમતી સમાજના કોર્પોરેટર હોવા છતાં વિસ્તારમાં કામ કરાવી શકતા નથી.

અન્ય સમાચારો પણ છે...