તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાવ તાલુકાના સપ્રેડા ગામે મનરેગા યોજનામાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરેલ હોવાથી બુધવારે સપ્રેડાના ગ્રામજનોએ જિલ્લા કલેકટરને આવેદન આપી રજુઆત કરી હતી. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના સપ્રેડા ગામના અરજદાર દલપતભાઈ મણવર સહિત ગામલોકોએ મનરેગા કૌભાંડ મામલે જિલ્લા કલેકટરને બુધવારે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, વર્ષ 2017- 2019 માં સપ્રેડા ગામે મનરેગા યોજના હેઠળ કામગીરી માટે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને કલેકટરને અરજી કરી હતી. જ્યાં કામ શરૂ થયુ નથી.
પરંતુ માંગણી કરી હતી તેવા લોકોના નામે આશરે 34 લાખ જેટલી મોટી રકમ કામો કર્યા વગર નાણા ઉપાડી લીધેલ છે.આ બાબતે દલપતભાઈ મણવરએ આક્ષેપો કર્યા હતા કે ‘અમારા ગામમાં ક્યાંય નરેગાનું કામ થયેલ નથી. તેમજ ગામમાં એક વ્યક્તિના ત્રણ જોબ કાર્ડ બન્યા છે. જેમાં નામ અલગ અને ફોટો અલગ છે તેમ છતાં કોઈપણ જાતની તપાસ કરવામાં આવી નથી. જેને લઈને બુધવારે ફરી જિલ્લા કલેકટરને રજુઆત કરી છે.
આરટીઆઇ કરી ત્યારે ભ્રષ્ટાચાર બહાર આવ્યો
વાવના સપ્રેડા ગામે મનરેગા કૌભાંડમાં તપાસ માટે 26 સપ્ટે.2018 ની માગણી કરી હતી. ત્યારે માલુમ થયું કે લોકોના નામે 34 લાખના કામો કર્યા વગર નાણાં ઉપાડી લેવામાં આવ્યા છે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.