તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામું:ઉત્તર ગુજરાતમાં વિસનગર સિવાય તમામ APMC ચાલુ રહશે

પાલનપુર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ખેડૂત આંદોલનના પગલે આજે અપાયેલા ભારત બંધના એલાન વચ્ચે જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે
 • બનાસકાંઠામાં 14 તાલુકાઓમાં એક સાથે બજારો બંધ કરવા વહેલી સવારથી નીકળવા જિલ્લા કોંગ્રેસની તૈયારી

ખેડૂત આંદોલનના પગલે ખેડૂતોએ મંગળવારે આપેલા ભારત બંધના એલાન વચ્ચે ઉત્તર ગુજરાતના વિસનગર એપીએમસી સિવાય તમામ માર્કેટયાર્ડ ચાલુ રહશે.માત્ર વિસનગર માર્કેટયાર્ડે ખેડૂતોના આંદોલનને સમર્થન આપતાં બંધ પાળવાનો નિર્ણય લીધો છે. ઉપરાંત જિલ્લાના થરાદ,પાલનપુર,ધાનેરા સહિત માર્કેટયાર્ડ ચાલુ રહશે.

કેન્દ્ર સરકારે આપેલા 3 બિલોના વિરોધમાં ખેડૂતોએ દિલ્હી ખાતે આંદોલન છેડ્યું છે. ત્યારે આંદોલનના ભાગરૂપે મંગળવારે ભારત બંધનું એલાન આપ્યું છે. જીલ્લાના તાલુકાઓમાં કોંગ્રેસ સમિતિ તાલુકા કક્ષાએ એક જગ્યાએ ભેગા થઈને વેપારીઓને વિનંતી કરી બજારો બંધ કરાવવાનો પ્રયાસ કરશે. જ્યારે જિલ્લામાં ક્યાંય રસ્તા રોકવાનું કે સંઘર્ષમાં ઉતરવાનું કોઈ પ્રયાસ નહિ કરીએ. પાલનપુરમાં ગુરુનાનક ચોક ખાતે સવારે એકઠા થઈ વેપારીઓને વિનંતી કરીશું એમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવીએ જણાવ્યું હતું.જિલ્લા કિસાન સંઘ દ્વારા સમર્થન આપવામાં આવ્યું નથી આ બાબતે કિસાન સંઘના મંત્રી મેઘરાજભાઈ ચૌધરી જણાવ્યું હતું કે કિસાન સંઘ કૃષિ બિલોના અગ્રેસર રહી ચાર ફેરફારો માટે સુજાવો આપેલા છે ખેડૂતોની માંગણી મુજબ એમએસપી કરી એપીએમસીને ખાતરી આપી સમાધાન કરવા ભારતીય કિસાન સંઘની માંગ છે." જિલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલએ જણાવ્યું હતું કે " બંધના કાર્યક્રમની લઇ સમગ્ર જિલ્લાની પોલીસને એલર્ટ કરવામાં આવી છે તમામ પોલીસ મથકો વાઇઝ બંદોબસ્ત ગોઠવવાની સૂચના આપવામાં આવી છે. પાંથાવાડા પોલીસ દ્રારા 13 જવાનોનો સ્ટાફ, પાથાવાડા માર્કેટ યાર્ડમાં 4 જવાનો તેમજ ધાનુ કૃષિ માર્કેટ યાર્ડ,ગુદરીમાં 5 જવાનનો સ્ટાફ ફાળવણી કરવામાં આવી છે.રાજસ્થાન સરહદની ગુદરી ચેકપોસ્ટ પરથી કોઇ ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરછે તો તેમની અટકાયત કરવામાં આવશે.

કલેક્ટરે144 નું જાહેરનામું બહાર પાડ્યું
કોંગ્રેસે બંધને સમર્થન આપ્યા બાદ રાજ્ય સરકારે કાઉન્ટર એટેક કરીને બંધના એલાનને સંપૂર્ણ નિષ્ફળ બનાવવા જિલ્લા કલેક્ટર પાસે જાહેરનામાં બહાર પડાવ્યા છે. જેમા ચારથી વધુ વ્યક્તિના એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવ્યા છે અને આ પ્રતિબંધ 8 ડિસેમ્બરે રાત્રિના 12 વાગ્યા સુધી અમલમાં રહે તેવી સૂચના કરવામાં આવી છે.

થરાદ અને પાલનપુર માર્કેટયાર્ડ ચાલુ રહશે
થરાદ માર્કેટયાર્ડમાં ખેડૂતોને પુરતો ભાવ મળી રહે છે. માર્કેટ સમિતિ એવું બિલકુલ નથી ઇચ્છતી કે કોઈ ખેડૂત હેરાન થાય. જેથી અમે બંધમાં જોડાવાના નથી. તેમ માર્કેટયાર્ડના સેક્રેટરી બી.એમ.પટેલે જણાવ્યું હતુ.પાલનપુર માર્કેટયાર્ડના ચેરમેન ફતાભાઈ ધારીયાએ કહ્યું કે પાલનપુરના માર્કેટયાર્ડ સમિતિ બંધને પ્રોત્સાહન આપતી નથી. જેથી આ બંધમાં જોડાવાના નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો