કાર્યવાહી:ગુંદરી ચેકપોસ્ટથી જીપડાલામાં રૂ.3.65 લાખનો દારૂ ઝડપાયો

પાંથાવાડા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 6.66 લાખના મુદ્દામાલ સાથે મોરથલ ગોળીયાના શખ્સને ઝડપ્યો

પાંથાવાડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.એસ.લશકરી રાજસ્થાન સરહદને અડીને આવેલ ગુંદરી ચેક પોસ્ટ ઉપર ચેકીંગમાં હતા. ત્યારે બાતમીના આધારે પીકઅપ ડાલા નંબર જીજે-02-ઝેડ-4469ની વોચમાં હતા. દરમિયાન રાજસ્થાનના મંડાર તરફથી પીકઅપડાલું આવતાં તેને રોકાવી ચેક કરતાં ડાલામાં કાચની ખાલી બોટલોના કટ્ટાઓ નીચેથી વિદેશી દારૂ તથા બિયર ટીનની બોટલ નંગ-1596 કિંમત રૂ.3,65,328, પીકઅપ ડાલું તથા મોબાઇલ મળી કુલ રૂપિયા 6,66,328નો મુદામાલ કબજે કર્યો હતો.

તેમજ પીકઅપડાલા ચાલક કનુભાઇ ઉર્ફે ઇબ્રાહીમભાઇ ઉસ્માનભાઇ ઘાંચી (રહે.સંત અન્ના વ્હોળા વિસ્તાર-ડીસા)ને પકડી લઇ તથા દારૂ ભરાવનાર શખ્સ પીન્ટુભાઇ દેવાજી માળી (રહે.મોરથલ ગોળીયા,તા.ડીસા) બંને વિરૂધ્ધ પ્રોહીબિશીન એક્ટ મુજબ કાર્યવાહી કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...