કોરોનાની દહેશત:અમીરગઢમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાતા શહેરના અગ્રવાલવાસને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયો

23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કન્ટેઇનમેન્ટ એરીયામાં તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો
  • વિસ્તારના રહેવાસીઓને આવશ્યક ચીજવસ્તુઓ સવારે 7 વાગ્યાથી સાંજના 7 સુધી જ મળી શકશે

બનાસકાંઠા જિલ્લામાં દાંતા પ્રાંત હેઠળના અમીરગઢમાં આવેલ અગ્રવાલવાસ (મોહિની ભવન સામે)માં કોરોના પોઝીટીવ કેસ નોંધાતા દાંતા સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટની કચેરી દ્વારા આ વિસ્તારને કન્ટેઇનમેન્ટ એરીયા જાહેર કરવામાં આવ્યો છે. અમીરગઢના સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ પી. ટી. પ્રજાપતિ દ્વારા જણાવાયું હતું કે, જાહેર કરવામાં આવેલા કન્ટેઇનમેન્ટ એરીયામાં તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વગેરે આવશ્યક ચીજવસ્તુઓ તેમજ સેવાઓ સવારે 7 કલાકથી સાંજના 7 કલાક સુધી જ ચાલુ રાખી શકાશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ જાહેરનામું તા. 30 ડિસેમ્બર, 2021થી તા. 26 જાન્યુઆરી, 2022 એમ 28 દિવસ સુધી અથવા કન્ટેઇનમેન્ટ ઝોનમાં કોવિડ પોઝિટીવ દર્દીઓમાંના છેલ્લા દર્દીને ડિસ્ચાર્જ આપ્યાના 14 દિવસ સુધી અમલમાં રહેશે. ઉપરાંત અન્ય કોઇ જાહેરનામાથી મુદ્દત વધારો કરવામાં ન આવે તો આ જાહેરનામાની મુદ્દત પૂર્ણ થતાં કન્ટેઇનમેન્ટ ઝોનના નિયંત્રણોમાંથી તેઓ આપોઆપ મુક્ત થયેલા ગણાશે. અન્ય કોઇ કન્ટેઇનમેન્ટ ઝોનના નિયંત્રણોમાંથી મુક્ત અંગેનું જાહેરનામું બહાર પાડવાનું રહેશે નહી તેમ અમીરગઢ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ પી. ટી. પ્રજાપતિ દ્વારા જણાવાયું હતું

અન્ય સમાચારો પણ છે...