તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘમહેર:બનાસકાંઠા જિલ્લામાં બે દિવસ બાદ ફરી વરસાદી માહોલ, જિલ્લાના અનેક તાલુકામાં વરસાદ

પાલનપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસના વિરામ બાદ વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો
  • ઇકબાલગઢ ગામથી હાઇવે જવાના રસ્તામાં વરસાદ પડતાં વરસાદી પાણી ભરાયા

બનાસકાંઠા જિલ્લાના ફરી વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના અનેક તાલુકામાં દિવસભરના ભારે ઉકળાટ બાદ વરસાદ થતાં લોકોને ગરમીથી આંશિક રાહત પોહીચી હતી. જોકે અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં સારો વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ઇકબાલગઢ ગામથી હાઇવે પર જવાના રસ્તા વરસાદ પડતાં વરસાદી પાણી ભરાયા હતા જેને લઈ વાહન ચાલકોને મુશ્કેલી થી પસાર થતા જોવા મળ્યા હતા.

બનાસકાંઠા જિલ્લાના બે દિવસના વિરામ બાદ અનેક તાલુકામાં આજે ભારે બફારા બાદ વરસાદ આવ્યો હતો વરસાદ થતાં ખેડૂતોમા ખુશી જોવા મળી બે દિવસના વિરામ બાદ જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો હતો. જિલ્લાના પાલનપુર,અમીરગઢ,ઇકબાલગઢ સહિતના અનેક તાલુકાના વિસ્તારોમાં પવન સાથે વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી છવાઈ હતી. ખેડૂતોના પાકોને આ વરસાદથી મોટો ફાયદો થશે તેમજ વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને પણ ગરમીમાંથી રાહત મળી હતી. આ વખતે ચોમાસુ સીઝનમાં બનાસકાંઠામાં નહીવત વરસાદ થયો છે હજુ ડેમો ખાલી જોવા મળી રહ્યા છે ત્યારે આજે આવેલા વરસાદ થી થોડાક અંશે ફાયદો થશે.

અન્ય સમાચારો પણ છે...