લગ્ન મંડપમાં આગ:ડીસામાં લગ્ન મંડપમાં આગ ભભૂકતાં દોડધામ થઈ, ચોરી સહિત મંડપ બળીને ખાખ; સદનસીબે જાનહાનિ ટળી

પાલનપુરએક મહિનો પહેલા
  • લગ્ન બાદ મંડપમાં આગ લાગી, ચોરી સહિત મંડપ બળીને ખાખ
  • ડીસા ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લીધી

ડીસા-ભીલડી હાઇવે પર આજે લગ્ન સમારંભ દરમિયાન અચાનક આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. લગ્ન બાદ અચાનક મંડપમાં આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં લગ્નની ચોરી, વોટર કુલર અને મંડપનો સમાન બળીને ખાખ થઈ જતાં લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. બનાવને પગલે સ્થાનિક લોકો અને ફાયર ફાયટરની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

અચાનક મંડપમાં આગ લાગતાં દોડધામ મચી
અચાનક મંડપમાં આગ લાગતાં દોડધામ મચી

ચોરી સહિત મંડપ બળીને ખાખ
ઉનાળાની શરૂઆત થતાં અનેક જગ્યાએ આગ લાગવાનો બનાવ સામે આવતા હોય છે. જેમાં મોટાભાગની ગાડીઓમાં તેમજ જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. જો કે આજે મંગળવારે એક લગ્ન પ્રસંગમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા-ભીલડી હાઈવે પર લગ્ન સમારંભમાં લગ્ન બાદ અચાનક આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. આગ લાગતાં જ સ્થાનિક લોકોએ આગ બુઝાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. જો કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ચોરી સહિત મંડપ બળીને ખાખ થયો હતો.

લગ્નની ચોરી, વોટર કુલર અને મંડપનો સમાન બળીને ખાખ
લગ્નની ચોરી, વોટર કુલર અને મંડપનો સમાન બળીને ખાખ

સદનસીબે જાનહાનિ ટળી
અનેક લોકોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાની જાણ ડીસા ફાયર વિભાગને કરાતાં ફાયર ફાયટરોએ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. જો કે આ ઘટનામાં સદનસીબે મોટી જાનહાનિ થતાં ટળી હતી.

લોકોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો
લોકોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો
અન્ય સમાચારો પણ છે...